Lanka Kand
Dialogue between Ravan and Angad
अंगद और रावण का संवाद
कह दसकंठ कवन तैं बंदर । मैं रघुबीर दूत दसकंधर ॥
मम जनकहि तोहि रही मिताई । तव हित कारन आयउँ भाई ॥१॥
उत्तम कुल पुलस्ति कर नाती । सिव बिरंचि पूजेहु बहु भाँती ॥
बर पायहु कीन्हेहु सब काजा । जीतेहु लोकपाल सब राजा ॥२॥
नृप अभिमान मोह बस किंबा । हरि आनिहु सीता जगदंबा ॥
अब सुभ कहा सुनहु तुम्ह मोरा । सब अपराध छमिहि प्रभु तोरा ॥३॥
दसन गहहु तृन कंठ कुठारी । परिजन सहित संग निज नारी ॥
सादर जनकसुता करि आगें । एहि बिधि चलहु सकल भय त्यागें ॥४॥
(दोहा)
प्रनतपाल रघुबंसमनि त्राहि त्राहि अब मोहि ।
आरत गिरा सुनत प्रभु अभय करैगो तोहि ॥ २० ॥
MP3 Audio
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
દસકંઠ વદ્યો કવણ છે બંદર, હું રઘુવીર દૂત અભયંકર;
મારા પિતાસાથ તુજ સખ્ય, આવ્યો તુજ હિતકાજ સહર્ષ.
ઉત્તમ કુળ પુલસ્ત્ય ઋષિપૌત્ર પૂજ્યા બહુવિધ બ્રહ્મારુદ્ર;
વર પામી સિદ્ધ કર્યા કાજ, જીત્યા લોકપાલ સૌ રાજ.
રાજમદથકી મોહથકી વા હરી પુનિત સીતા જગદંબા,
હજુય માન શુભ વચન સલાહ ક્ષમા કરે પ્રભુ તો અપરાધ.
દશન તૃણ ગ્રહી કંઠ કુઠાર, પરિજનસહિત સંગ નિજનાર,
જનકસુતાને આગળ કરી સાદર ભયને ચાલ હરી.
(દોહરો)
પ્રણતપાલ રઘુવંશમણિ રક્ષા રામ કરો,
આર્ત ગિરાને સાંભળી ધરશે અભય ખરો.