Lanka Kand
Doha 24
अंगद और रावण का संवाद
धन्य कीस जो निज प्रभु काजा । जहँ तहँ नाचइ परिहरि लाजा ॥
नाचि कूदि करि लोग रिझाई । पति हित करइ धर्म निपुनाई ॥१॥
अंगद स्वामिभक्त तव जाती । प्रभु गुन कस न कहसि एहि भाँती ॥
मैं गुन गाहक परम सुजाना । तव कटु रटनि करउँ नहिं काना ॥२॥
कह कपि तव गुन गाहकताई । सत्य पवनसुत मोहि सुनाई ॥
बन बिधंसि सुत बधि पुर जारा । तदपि न तेहिं कछु कृत अपकारा ॥३॥
सोइ बिचारि तव प्रकृति सुहाई । दसकंधर मैं कीन्हि ढिठाई ॥
देखेउँ आइ जो कछु कपि भाषा । तुम्हरें लाज न रोष न माखा ॥४॥
जौं असि मति पितु खाए कीसा । कहि अस बचन हँसा दससीसा ॥
पितहि खाइ खातेउँ पुनि तोही । अबहीं समुझि परा कछु मोही ॥५॥
बालि बिमल जस भाजन जानी । हतउँ न तोहि अधम अभिमानी ॥
कहु रावन रावन जग केते । मैं निज श्रवन सुने सुनु जेते ॥६॥
बलिहि जितन एक गयउ पताला । राखेउ बाँधि सिसुन्ह हयसाला ॥
खेलहिं बालक मारहिं जाई । दया लागि बलि दीन्ह छोड़ाई ॥७॥
एक बहोरि सहसभुज देखा । धाइ धरा जिमि जंतु बिसेषा ॥
कौतुक लागि भवन लै आवा । सो पुलस्ति मुनि जाइ छोड़ावा ॥८॥
(दोहा)
एक कहत मोहि सकुच अति रहा बालि की काँख ।
इन्ह महुँ रावन तैं कवन सत्य बदहि तजि माख ॥ २४ ॥
MP3 Audio
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
કપિને ધન્ય જે નિજ પ્રભુકાજ નાચે જ્યાં ત્યાં તજતાં લાજ;
નાચીકૂદી હર્ષ ધરે, ધર્મનિપુણતા એ જ ખરે.
સ્વામીભક્ત ખરે તુજ જાત, કેમ કહે નવ પ્રભુગુણવાત ?
ગુણગ્રાહક હું પરમસુજાણ કટુ પ્રલાપ તુજ ન ધરું ધ્યાન.
બોલ્યો કપિ ગુણગ્રાહકતા પવનસુતે તુજ કહી પુરી;
કર્યો નગર સુત વનનો નાશ માન્યો તોપણ દોષ ન ખાસ.
સ્વભાવ સરસ વિચારી એ કરી ધૃષ્ટતા સાચે મેં;
કથન કપિતણું સત્ય થયું લાજ રોષ ના તને કશું.
(દોહરો)
વાલિ વિમળયશનું તને કારણ જાણીને
નથી મારતો અધમ ને જડ અભિમાનીને.
જગમાં રાવણ કેટલા કહીશ રાવણ, તે ?
સાંભળજે મેં ખ્યાતિને સુણી કાનથી જે.
બલિરાજાને જીતવા એક ગયો પાતાળ,
બાંધ્યો તેને બાળકે અનાયાસ હયશાળ.
રમતાં બાળક એહના કરતાં ઉપર પ્રહાર,
બલિએ દાખવતાં દયા છોડાવ્યો તત્કાળ.
જંતુસમો પકડી વળી સહસ્ત્રભુજ લાવ્યો,
પુલસ્ત્યમુનિએ ત્યાં જઈ તેને છોડાવ્યો.
વળી વાલિએ એકને દાબ્યો ભરતાં બાથ,
એમાં તું રાવણ કયો કહે વીરતાસાથ.