પરા ને અપરા વિદ્યા
तत्रापरा ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽथर्ववेदः शिक्षा
कल्पो व्याकरणं निरुक्तं छन्दो ज्योतिषमिति ।
अथ परा यया तदक्षरमधिगम्यते ॥५॥
tatrapara rig-vedo yajur-vedah sama-vedo atharva-vedah
shiksha kalpo vyakaranam niruktam chhando jyotishamiti ।
atha para yaya tad aksharam adhigamyate ॥5॥
ચાર વેદ ને શિક્ષા તેમજ છંદ વ્યાકરણ કલ્પ વળી,
નિરૂક્ત જ્યોતિષ, એ વિદ્યાને અપરાવિદ્યા એમ કહી;
અને પરમ અવિનાશી એવો બ્રહ્મ જણાયે જેનાથી,
તે વિદ્યાને પરા કહી છે, બ્રહ્મ જણાયે જેનાથી. ॥૫॥
*
બ્રહ્મ કેવો છે ?
यत्तदद्रेश्यमग्राह्यमगोत्रमवर्णमचक्षुःश्रोत्रं तदपाणिपादम् ।
नित्यं विभुं सर्वगतं सुसूक्ष्मं तदव्ययं यद्भूतयोनिं परिपश्यन्ति धीराः ॥६॥
yattadadreshyam agrahyam agotram avarnam
achakshuh shrotram tadapanipadam ।
nityam vibhum sarvagatam susukshmam
tat avyayam yadbhutayonim paripashyanti dhirah ॥6॥
જણાય તે ના બ્રહ્મ, તેમ તે પકડ્યે પણ ના પકડાયે,
ગાત્ર, રંગ ને રૂપ ન તેને, આંખકાન તેને ના છે;
તે અવિનાશી સૌમાં વ્યાપ્યો, સુક્ષ્મથકી પણ સુક્ષ્મ જ છે,
જીવમાત્રનું કારણ, તેને જ્ઞાની સઘળે દેખે છે. ॥૬॥
*
यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः संभवन्ति ।
यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् संभवतीह विश्वम् ॥७॥
yathor nanabhih srujate gruhnate cha
yatha pruthivyamoshadhayah sambhavanti ।
yatha satah purushat keshalomani
tatha aksharat sambhavatiha vishvam ॥7॥
જાળ બનાવે કરોળિયો ને પેટમહીં શમવી દે છે,
જેમ જમીનમહીં ઔષધિઓ અનેક એવી ઉપજે છે;
મનુષ્યને જ્યમ વાળ થાય છે, રોમ વળી ઉપજે તેને,
અવિનાશી પરબ્રહ્મથકી ત્યમ સૃષ્ટિ સારી પ્રકટે છે. ॥૭॥
*
જગતની ઉત્પત્તિનો ક્રમ
तपसा चीयते ब्रह्म ततोऽन्नमभिजायते ।
अन्नात् प्राणो मनः सत्यं लोकाः कर्मसु चामृतम् ॥८॥
tapasa chiyate brahma tato annam abhijayate ।
annat prano manah satyam lokah karmasu ch amrutam ॥ 8॥
સંકલ્પ કરે બ્રહ્મ તે પછી બ્રહ્મારૂપે થાયે છે,
પછી થાય છે અન્ન, અન્નથી પ્રાણ અને મન થાયે છે;
પછી થાય છે સ્થૂલ જગત ને સમસ્ત લોકો થાયે છે,
કર્મ થાય છે સારાંમાઠાં, તેથી ફલ સૌ થાયે છે. ॥૮॥
*
यः सर्वज्ञः सर्वविद्यस्य ज्ञानमयं तपः ।
तस्मादेतद्ब्रह्म नाम रूपमन्नं च जायाते ॥९॥
yah sarvajnah sarva-vidyasya jnanamayam tapah ।
tasmat etat brahma nama rupam annam cha jayate ॥ 9॥
જ્ઞાનરૂપ સર્વજ્ઞ બ્રહ્મમાં સંકલ્પ મહા જાગે છે,
વિરાટ જગ આ, નામરૂપ ને અન્ન તે થકી થાયે છે;
બ્રહ્મતત્વ તે જાણી લેતાં જાણ્યામાં સૌ આવે છે,
તે જ મૂળ છે, તેને જાણ્યે જાણ્યામાં સૌ આવે છે. ॥૯॥
*
પ્રથમ ખંડ સમાપ્ત
॥ iti mundak upanishadi prathama mundake prathamah khandah ॥