if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

॥ प्रथममुण्डके द्वितीयः खण्डः ॥
પ્રથમ મુંડક, દ્વિતીય ખંડ
॥ Prathama Mundake Dvitiyah Khandah ॥

અપરાવિદ્યા વિશે
तदेतत् सत्यं मन्त्रेषु कर्माणि कवयो यान्यपश्यंस्तानि त्रेतायां बहुधा संततानि ।
तान्याचरथ नियतं सत्यकामा एष वः पन्थाः सुकृतस्य लोके ॥१॥

tat etat satyam mantreshu karmani kavayo
yanya pashyamstani tretayam bahudha santatani ।
tanyacharatha niyatam satyakama esha vah
panthah sukrutasya loke ॥1॥

યજ્ઞ અને તપનાં જે કર્મો મંત્રોમાં ઋષિએ દેખ્યાં,
સર્વ વેદમાં કહેલ છે તે સમજાયે ખૂબ જ એવાં;
એ કર્મોને કરો મનુષ્યો, નિયમ ઘડીને આ જગમાં,
કરો ન આળસ, ઉન્નતિ માટે એક ફકત છે મારગ આ. ॥૧॥
*
અગ્નિહોત્ર રૂપી કર્મ
यदा लेलायते ह्यर्चिः समिद्धे हव्यवाहने ।
तदाऽऽज्यभागावन्तरेणाऽऽहुतीः प्रतिपादयेत् ॥२॥

yada lelayate hyarchih samiddhe havya-vahane ।
tada''jyabhagavantarena''hutih pratipadayet ॥2॥

અગ્નિ ખૂબ સળગે તે સમયે, મધ્યભાગમાં કુંડતણા,
દેવી આહુતિ, અગ્નિહોત્રને કરવો હમેશ માટે આ. ॥૨॥
*
यस्याग्निहोत्रमदर्शमपौर्णमासम चातुर्मास्यमनाग्रयणमतिथिवर्जितं च ।
अहुतमवैश्वदेवमविधिना हुतमासप्तमांस्तस्य लोकान् हिनस्ति ॥३॥

yasya agnihotram adarsham apaurna masama
chaturmasyam anagrayanam atithi varjitam cha ।
ahutama vaishva-devam avidhina hutamas
aptamams tasya lokan hinasti ॥3॥

અગ્નિહોત્રી પુનમ અમાસે યજ્ઞક્રિયા જો કરે નહીં,
ચાર માસનો યજ્ઞ, યજ્ઞ જો નવીન અન્ને કરે નહીં,
અતિથિતણો સત્કાર કરે ના, આહુતિ દે ના ઠીક વળી,
સાત લોકનો થાય નાશ તો, બલિવૈશ્વ જો કરે નહીં. ॥૩॥
*
અગ્નિની લપટો
काली कराली च मनोजवा च सुलोहिता या च सुधूम्रवर्णा ।
स्फुलिङ्गिनी विश्वरुची च देवी लेलायमाना इति सप्त जिह्वाः ॥४॥

kali karali cha manojava cha sulohita ya cha sudhumra-varna ।
sphulingini vishvaruchi cha devi lelayamana iti sapta jihvah ॥4॥

કાળી, ખૂબ જ ઉગ્ર ને વળી મનના જેવી ચંચલ જે,
લાલઘૂમ ને ધૂમ્રભરેલી, ચિનગારી કરનારી તે,
વળી પ્રકાશિત સર્વ તરફથી, સાત અગ્નિની જીભ કહી,
તેને આહુતિ ઘટે આપવી, નહિ તો જાયે રાખ થઈ. ॥૪॥

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.