વિરક્ત મનુષ્યનું વર્ણન
तपःश्रद्धे ये ह्युपवसन्त्यरण्ये शान्ता विद्वांसो भैक्ष्यचर्यां चरन्तः ।
सूर्यद्वारेण ते विरजाः प्रयान्ति यत्रामृतः स पुरुषो ह्यव्ययात्मा ॥११॥
tapah shraddhe ye hyupavasantyaranye
shanta vidvamso bhaikshyacharyam charantah ।
surya-dvarena te virajah prayanti
yatramrutah sa purusho hyavyayatma ॥11॥
પરંતુ વનમાં વસે જે, વળી જેણે શાંતિ પ્રાપ્ત કરી,
તપ ને શ્રદ્ધા પાળે જે વિદ્વાન કરે ભિક્ષા વિચરી;
તે તો મૃત્યુ પછી સૂરજના માર્ગથકી ત્યાં જાયે છે,
જ્યાં અવિનાશી નિત્યપુરુષ છે; તે તો પ્રભુને પામે છે. ॥૧૧॥
*
परीक्ष्य लोकान् कर्मचितान् ब्रह्मणो निर्वेदमायान्नास्त्यकृतः कृतेन ।
तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ॥१२॥
parikshya lokan karmachitan brahmano
nirveda mayan nastya krutah krutena ।
tadvijnanartham sa gurum ev abhigacchhet
samitpanih shrotriyam brahma-nishtham ॥12॥
કર્મનો કરી વિચાર તેથી જ્ઞાનીજન એવું માને,
સકામ કર્મોથી ના પ્રભુની કો’દી પણ પ્રાપ્તિ થાયે;
બ્રહ્મજ્ઞાન મેળવવા તે તો બ્રહ્મનિષ્ઠ પાસે જાયે,
લઈ હાથમાં સમિધા ગુરુની પાસ વિનયપૂર્વક જાયે. ॥૧૨॥
*
तस्मै स विद्वानुपसन्नाय सम्यक् प्रशान्तचित्ताय शमान्विताय ।
येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम् ॥१३॥
tasmai sa vidvan upasannaya samyak
prashanta-chittaya shamanvitaya ।
yenaksharam purusham veda satyam
provacha tam tattvato brahma-vidyam ॥13॥
શાંતિ ચિત્ત છે જેનું, જેણે મનઈન્દ્રિયનો કાબુ કર્યો,
એવો જ્ઞાની શરણે આવે, ત્યારે એ જે શિષ્ય મળ્યો;
તેને તત્વ વિવેચનપૂર્વક એ વિદ્યાને ગુરૂ આપે,
જે વિદ્યાને પામી જ્ઞાની શિષ્ય નિત્ય પ્રભુને પામે. ॥૧૩॥
પ્રથમ મુંડક, દ્વિતીય ખંડ સમાપ્ત
॥ iti mundak Upanishade prathama mundake dvitiyah khandah ॥