॥ द्वितीय मुण्डके प्रथमः खण्डः ॥
દ્વિતીય મુંડક, પ્રથમ ખંડ
॥ dvitiya mundake prathamah khandah ॥
અંગિરા ઋષિ શૌનકને કહે છે
तदेतत् सत्यं यथा सुदीप्तात् पावकाद्विस्फुलिङ्गाः सहस्रशः प्रभवन्ते सरूपाः।
तथाऽक्षराद्विविधाः सोम्य भावाः प्रजायन्ते तत्र चैवापि यन्ति ॥१॥
tadetat satyam yatha sudiptat pavakadvisphulingah
sahasrashah prabhavante sarupah ।
tatha'ksharadvividhah somya bhavah
prajayante tatra caivapi yanti ॥ 1॥
પ્રખર અગ્નિમાંથી જે રીતે હજાર તણખા જાગે છે,
તેમ નિત્ય બ્રહ્મથકી જૂદા પદાર્થ ઉત્પન્ન થાયે છે. ॥૧॥
*
પરમાત્મા કેવા છે
दिव्यो ह्यमूर्तः पुरुषः स बाह्याभ्यन्तरो ह्यजः ।
अप्राणो ह्यमनाः शुभ्रो ह्यक्षरात् परतः परः ॥२॥
divyo hyamurtah purushah sa bahyabhyantaro hyajah ।
aprano hyamanah shubhro hyaksharat paratah parah ॥ 2॥
તે પરમાત્મા દિવ્ય પૂર્ણ છે, મન ને પ્રાણ નથી તેને,
અંદરબહાર બધે વ્યાપક છે, જન્મમરણ છે ના તેને,
આકાર નથી તેને, તે તો વિશુદ્ધ છે સંપૂર્ણ ખરે,
અવિનાશી જીવાત્માથી તે પરમાત્મા છે શ્રેષ્ઠ ખરે. ॥૨॥
*
एतस्माज्जायते प्रणो मनः सर्वेन्द्रियाणि च ।
खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी ॥३॥
etasmat jayate prano manah sarve indriyani cha ।
kham vayur jyotir apah prithivi vishvasya dharini ॥ 3॥
પ્રાણ થાય છે તેનાથી, ને મનઈન્દ્રિય તેથી થાયે,
વ્યોમ, વાયુ ને તેજ, વારિ, આ પૃથ્વી પણ તેથી થાયે. ॥૩॥
*
अग्नीर्मूर्धा चक्षुषी चन्द्रसूर्यौ दिशः श्रोत्रे वाग् विवृताश्च वेदाः ।
वायुः प्रणो हृदयं विश्वमस्य पद्भ्यां पृथिवी ह्येष सर्वभूतान्तरात्मा ॥४॥
agnir murdha chakshushi chandra-suryau
dishah shrotre vag vivrutash cha vedah ।
vayuh prano hridayam vishvamasya padbhyam
prithivi hyesha sarvabhut-antaratma ॥ 4॥
અગ્નિ તેનું મસ્તક છે, ને સૂર્યચંદ્ર છે આંખ ખરે,
દિશા કાન છે, વેદ વાણ ને વાયુ તેનો પ્રાણ ખરે;
વિશ્વ હૃદય છે, તેના પગથી પૃથ્વી છે ઉત્પન્ન થઈ,
તે પરમાત્મા અંતર્યામી થઈ વ્યાપ્ત છે વિશ્વમહીં. ॥૪॥