॥ द्वितीय मुण्डके द्वितीयः खण्डः ॥
દ્વિતીય મુંડક, દ્વિતીય ખંડ
॥ Dvitiya Mundake Dvitiyah Khandah ॥
आविः संनिहितं गुहाचरं नाम महत्पदमत्रैतत् समर्पितम् ।
एजत्प्राणन्निमिषच्च यदेतज्जानथ सदसद्वरेण्यं परं विज्ञानाद्यद्वरिष्ठं प्रजानाम् ॥१॥
avih sannihitam guhacharam nama
mahat padam atra etat samarpitam ।
ejat pranan nimisha cha yad etat janatha sada
sadvarenyam param vijnanad yad varishtham prajanam ॥1॥
તેજોમય જે સમીપ છે ને હૃદયગુફામાં વાસ કરે,
મહાન પદ જે, જેમાં પ્રાણી આશ્રય પામી સર્વ રહે,
તે પરમેશ્વરને જાણો જે સત્ય-અસત્ય બધુંયે છે,
તે શ્રેષ્ઠ, પસંદ કરો તેને, મનબુદ્ધિ જાણે ના જેને. ॥૧॥
*
यदर्चिमद्यदणुभ्योऽणु च यस्मिँल्लोका निहिता लोकिनश्च ।
तदेतदक्षरं ब्रह्म स प्राणस्तदु वाङ्मनः ।
तदेतत्सत्यं तदमृतं तद्वेद्धव्यं सोम्य विद्धि ॥२॥
yadarchimadyadanubhyo'nu cha
yasmim lloka nihita lokinashcha ।
tadetadaksharam brahma sa pranastadu vanmanah
tad etat satyam tad amrutam
tad veddhavyam somya viddhi ॥2॥
જે દીપ્તિમાન જે સૂક્ષ્મ, વળી જેમાં સૌ લોકો વાસ કરે,
તે પરમાત્મા છે, તે જ પ્રાણ, મનવાણી સત્ય વળી તે છે;
તે અમૃત છે, આદર્શ પૂર્ણ તે, તે જ લક્ષ્ય ઉત્તમ સાચે,
તે લક્ષ્ય તરફ જા, પ્રાપ્તિ કરી લે તેની સાધનથી, પ્યારે ! ॥૨॥
*
धनुर् गृहीत्वौपनिषदं महास्त्रं शरं ह्युपासा निशितं सन्धयीत ।
आयम्य तद्भावगतेन चेतसा लक्ष्यं तदेवाक्षरं सोम्य विद्धि ॥३॥
dhanur gruhitva upanishadam mahastram
sharam hyupasa nishitam sandhayita ।
ayamya tadbhavagatena cetasa
lakshyam tadevaksharam somya viddhi ॥3॥
લે ધનુષ પ્રણવનું, ઉપાસનાનું, તીક્ષ્ણ બાણ તે પર મુક ને,
તલ્લીન બનીને ખેંચ બાણને, વીંધ બ્રહ્મનું લક્ષ્ય ખરે. ॥૩॥
*
प्रणवो धनुः शरो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते ।
अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत् ॥४॥
pranavo dhanuh sharo hyatma brahma tat lakshyam uchyate ।
apramattena veddhavyam sharavat tanmayo bhavet ॥4॥
ધનુષ પ્રણવનું કહેલ છે, ને આત્મારૂપી બાણ કહ્યું,
પરમેશ્વર છે લક્ષ્ય, બાણથી વીંધવું તેને છેક રહ્યું.
પ્રમાદ છોડે જે સાધક તે વીંધી આવું લક્ષ્ય શકે,
બાણ જેમ તન્મય તે પ્રભુમાં થઈ રહેવું છેક ઘટે. ॥૪॥
*
यस्मिन् द्यौः पृथिवी चान्तरिक्षमोतं मनः सह प्राणैश्च सर्वैः ।
तमेवैकं जानथ आत्मानमन्या वाचो विमुञ्चथामृतस्यैष सेतुः ॥५॥
yasmin dyauh pruthivi cha antarikshamotam
manah saha pranaishcha sarvaih ।
tamevaikam janatha atmanamanya vacho
vimunchath amrutasyaisha setuh ॥5॥
સ્વર્ગમહીં ને વ્યોમ જે મહીં, લોકોના મન જેમાં છે,
તે પ્રભુ જાણે, બીજી વાતો છોડો, આ અમૃતપુલ છે. ॥૫॥