॥ तृतीय मुण्डके प्रथमः खण्डः ॥
તૃતીય મુંડક, પ્રથમ ખંડ
॥ Trutiya Mundake Prathamah Khandah ॥
જીવાત્મા ને પરમાત્મા વિશે
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥१॥
dva suparna sayuja sakhaya samanam vruksham parishasvajate ।
tayoranyah pippalam svadvattyanashn annanyo abhichakashiti ॥1॥
મિત્રભાવનાં બે પક્ષીઓ એક વૃક્ષ પર વાસ કરે,
એક સ્વાદ લે છે ફલનો ને બીજું જોયા માત્ર કરે,
જીવાત્મા ને પરમાત્મા આ શરીરમાં તેવા રે’છે,
જીવ કર્મનો ભોગ કરે છે, પરમાત્મા જોઈ રે’છે. ॥૧॥
*
समाने वृक्षे पुरुषो निमग्नोऽनिशया शोचति मुह्यमानः ।
जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ॥२॥
samane vrukshe purusho nimagno'nishaya shochati muhyamanah ।
jushtam yada pashyatyanyamishamasya mahimanam iti vitashokah ॥2॥
જીવ રાગમાં ડૂબેલો છે, પ્રભુને ના જોતો તેથી,
મોહિત છે તે, શોક કરે છે, દીન બનેલો છે તેથી.
જ્યારે ભક્તથકી સેવિત તે પરમાત્માને ભાળે છે,
જાણે છે તેનો મહિમા તો શોકરહિત તે થાયે છે. ॥૨॥
*
यदा पश्यः पश्यते रुक्मवर्णं कर्तारमीशं पुरुषं ब्रह्मयोनिम् ।
तदा विद्वान् पुण्यपापे विधूय निरञ्जनः परमं साम्यमुपैति ॥३॥
yada pashyah pashyate rukmavarnam
kartaramisham purusham brahmayonim ।
tada vidvan punyapape vidhuya
niranjanah paramam samyamupaiti ॥3॥
બ્રહ્માના પણ કર્તા, જગના કર્તા, પ્રભુને ભાવે છે,
તેજોમય તે પરમબ્રહ્મને જ્યારે જીવ નિહાળે છે,
ત્યારે છૂટી પાપપુણ્યથી અનાસક્ત તે થાયે છે,
શુદ્ધ થઈને જ્ઞાની ત્યારે શાંત બુદ્ધિને પામે છે. ॥૩॥
*
प्रणो ह्येष यः सर्वभूतैर्विभाति विजानन् विद्वान् भवते नातिवादी ।
आत्मक्रीड आत्मरतिः क्रियावा- नेष ब्रह्मविदां वरिष्ठः ॥४॥
prano hyesha yah sarvabhutairvibhati vijanan vidvan bhavate nativadi ।
atmakrida atmaratih kriyava-nesha brahmavidam varishthah ॥4॥
પ્રાણ તેજ છે પ્રભુ, તેનાથી કાર્ય જગતનાં ચાલે છે,
સર્વમહીં છે પ્રકાશ તેનો, સૌમાં તે જ પ્રકાશે છે;
તેને જે જાણી લે છે તે કરે બડાઈ ના કો’દી,
પ્રભુને અર્પણ કરી કર્મ તે જીવે છે પ્રભુની માંહી.
પ્રભુમાં તે આનંદ કરે છે, પ્રભુને ભાળે છે સઘળે,
એવો જ્ઞાની ભક્ત બ્રહ્મવેત્તાથી પણ છે શ્રેષ્ઠ ખરે. ॥૪॥
*
પરમાત્મા કેવી રીતે મળે ?
सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् ।
अन्तःशरीरे ज्योतिर्मयो हि शुभ्रो यं पश्यन्ति यतयः क्षीणदोषाः ॥५॥
satyena labhyastapasa hyesha atma
samyag jnanena brahmacharyena nityam ।
antah-sharire jyotirmayo hi shubhro
yam pashyanti yatayah kshina-doshah ॥5॥
સત્યથકી તે પ્રાપ્ત થાય છે, તપથી મળતા પરમાત્મા,
બ્રહ્મચર્ય ને યથાર્થ જ્ઞાને પરમાત્મા સાચે મળતા;
હૃદયમહીં તે જ્યોતિરૂપ છે વિશુદ્ધ જ્યોતિ પરમાત્મા,
તે પરમાત્મા દોષરહિત સાધકને મથતાં પ્રાપ્ત થતા. ॥૫॥