સત્યનો મહિમા
सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः ।
येनाऽऽक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् सत्यस्य परमं निधानम् ॥६॥
satyam eva jayate na anritam
satyena pantha vitato devayanah ।
yena''kramantyrishayo hya aptakama
yatra tat satyasya paramam nidhanam ॥6॥
સત્ય જ જીતે, અસત્ય ના કદિ, સત્યથકી પ્રભુ પ્રાપ્ત થતા,
પરમાત્માનો માર્ગ ભર્યો છે કેવલ સત્યથકી જ સદા;
ઋષિઓ તે માર્ગે જાયે છે જેઓને કૈં ઈચ્છા ના,
ત્યાં જ ધામ છે પરમાત્માનું, પરમ સત્ય છે પરમાત્મા. ॥૬॥
*
પરમાત્માનું સ્વરૂપ
बृहच्च तद् दिव्यमचिन्त्यरूपं सूक्ष्माच्च तत् सूक्ष्मतरं विभाति ।
दूरात् सुदूरे तदिहान्तिके च पश्यन्त्विहैव निहितं गुहायाम् ॥७॥
brihaccha tad divyam achintya rupam
sukshmaccha tat sukshmataram vibhati ।
durat sudure tadihantike cha
pashyantvihaiva nihitam guhayam ॥7॥
મહાન છે તે બ્રહ્મ દિવ્ય છે, અચિંત્ય તેનું રૂપ ખરે,
સૂક્ષ્મથીય તે સુક્ષ્મ બને છે, દૂરથીય તે દૂર રહે;
શરીરમાં તે સમીપ ખૂબ જ વસી રહે છે પરમાત્મા,
જે દેખે છે તેના હૃદયે વાસ કરે તે બ્રહ્મ સદા. ॥૭॥
*
न चक्षुषा गृह्यते नापि वाचा नान्यैर्देवैस्तपसा कर्मण वा ।
ज्ञानप्रसादेन विशुद्धसत्त्वस्ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः ॥८॥
na chakshusha grihyate napi vacha
nanyair devais tapasa karmana va ।
jnana-prasadena vishuddha-sattvas tat
astu tam pashyate nishkalam dhyayamanah ॥8॥
આંખે ના દેખાય, વાણ કે ઈન્દ્રિયથી ના પકડાયે,
તપકર્મે જોવાય નહીં તે અંગ વિનાના પરમાત્મા;
અંતર જેનું પવિત્ર હો ને ધ્યાન હૃદયથી જે ધરતો,
તે જ જુએ છે પ્રભુને નિર્મલ જ્ઞાનદૃષ્ટિથી તે જ અહો. ॥૮॥
*
બધાના હૃદયે બ્રહ્મ રહે છે તોય બધા કેમ નથી જાણતા ?
एषोऽणुरात्मा चेतसा वेदितव्यो यस्मिन् प्राणः पञ्चधा संविवेश ।
प्राणैश्चित्तं सर्वमोतं प्रजानां यस्मिन् विशुद्धे विभवत्येष आत्मा ॥९॥
esho'nuratma chetasa veditavyo
yasmin pranah panchadha samvivesha ।
pranaishchittam sarvamotam prajanam
yasmin vishuddhe vibhavatyesha atma ॥9॥
પાંચ પ્રાણ જેમાં રે’છે તે ખૂબ સુક્ષ્મ છે પરમાત્મા,
મનથી જણાય છે, તે મન તો ઈચ્છાઓથી પૂર્ણ સદા;
તેથી સૌ પ્રભુને ના જાણે રહે સમીપ હમેશ છતાં,
પવિત્ર મન ઈચ્છે છે તેને ત્યારે પ્રભુ તે પ્રાપ્ત થતા. ॥૯॥
*
આત્મપ્રાપ્ત પુરૂષ પૂજ્ય છે
यं यं लोकं मनसा संविभाति विशुद्धसत्त्वः कामयते यांश्च कामान् ।
तं तं लोकं जयते तांश्च कामां- स्तस्मादात्मज्ञं ह्यर्चयेत् भूतिकामः ॥१०॥
yam yam lokam manasa samvibhati
vishuddha-sattvah kamayate yamshcha kaman ।
tam tam lokam jayate tamshcha kamam-
stasmad atmajnam hyarchayet bhutikamah ॥10॥
શુદ્ધ હૃદય છે જેનું તે તો જે જે લોકોને ચાહે,
તે તે પ્રાપ્ત કરે છે લોકો, ભોગ ચહ્યે ભોગો પામે;
તેથી જે ઐશ્વર્ય ચહે છે તેવા જન પણ પૂજ્ય ગણે,
આ આત્માને પ્રાપ્ત મહાત્મા જ્ઞાનીને તે સ્તુત્ય ગણે. ॥૧૦॥
તૃતીય મુંડક, પ્રથમ ખંડ સમાપ્ત
॥ iti mundak upanishade tritiya mundake prathamah khandah ॥