if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
॥ तृतीयमुण्डके द्वितीयः खण्डः ॥
તૃતીય મુંડક, દ્વિતીય ખંડ
॥  tritiya mundake dvitiyah khandah ॥

પરમાત્મા ને તેની પ્રાપ્તિ વિશે
स वेदैतत् परमं ब्रह्म धाम यत्र विश्वं निहितं भाति शुभ्रम् ।
उपासते पुरुषं ये ह्यकामास्ते शुक्रमेतदतिवर्तन्ति धीराः ॥१॥

sa vedaitat paramam brahma dhama
yatra vishvam nihitam bhati shubhram ।
upasate purusham ye hyakamaste
shukram etadati vartanti dhirah ॥1॥

જેમાં ભાસે સર્વ જગત તે પ્રભુને સાધક જાણે છે,
જે પ્રભુને જ ઉપાસે છે તે ફરી જન્મ ના ધારે છે. ॥૧॥
*
कामान् यः कामयते मन्यमानः स कामभिर्जायते तत्र तत्र ।
पर्याप्तकामस्य कृतात्मनस्तु इहैव सर्वे प्रविलीयन्ति कामाः ॥२॥

kaman yah kamayate manyamanah
sa kam abhirjayate tatra tatra ।
paryapta kamasya krutatmanastu
ihaiva sarve praviliyanti kamah ॥2॥

જે ભોગોને ઈચ્છે છે તે ભોગ લોકમાં જાયે છે,
પરંતુ ઈશ્વરપ્રેમીની તો ઈચ્છા કૈંયે ના રે’છે;
તેથી તેનો જન્મ રહે ના, તે તો પ્રભુને પ્રાપ્ત કરે,
બંધનથી છૂટી જાયે તે, ધન્ય હમેશાકાજ બને. ॥૨॥
*
नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन ।
यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ॥३॥

nayam atma pravachanena labhyo
na medhaya na bahuna shrutena ।
yamevaisha vrunute tena labhyas
tasyaisha atma vivrunute tanum svam ॥3॥

વ્યાખ્યાનથકી મળે નહીં કે બહુ સુણવાથી પરમાત્મા,
થાય કૃપા જેના પર તેને મળી જાય છે પરમાત્મા;
જે તેને ઈચ્છે છે ખૂબ જ તેના પર તે કરે કૃપા,
પડદો દૂર કરી દે, આપે દર્શન સત્ય સ્વરૂપતણા. ॥૩॥
*
नायमात्मा बलहीनेन लभ्यो न च प्रमादात् तपसो वाप्यलिङ्गात् ।
एतैरुपायैर्यतते यस्तु विद्वांस्तस्यैष आत्मा विशते ब्रह्मधाम ॥४॥

nayamatma bala-hinena labhyo
na cha pramadat tapaso vapyalingat ।
etairupayairyatate yastu vidvams
tasyaisha atma vishate brahma-dhama ॥4॥

ભક્તિબળે તે મળે, મળે ના નિર્બલને તે પરમાત્મા,
આળસ કે ખોટા તપથી ના મળી શકે તે પરમાત્મા;
વિચાર આ સૌ કરી ઉપાસે સાધક જે દૃઢ ચિત્તથકી,
તેનો આત્મા પરમધામમાં પ્રવેશતો કૃતકૃત્ય બની. ॥૪॥
*
संप्राप्यैनमृषयो ज्ञानतृप्ताः कृतात्मानो वीतरागाः प्रशान्ताः
ते सर्वगं सर्वतः प्राप्य धीरा युक्तात्मानः सर्वमेवाविशन्ति ॥५॥

samprapyaina mrushayo jnana-truptah
kritatmano vitaragah prashantah
te sarvagam sarvatah prapya dhira
yuktatmanah sarvamevavishanti ॥5॥

તેને પામી પવિત્ર ઋષિઓ આસક્તિથી છૂટે છે,
જ્ઞાનથી બને પૂર્ણ તૃપ્ત ને પરમશાંતિમાં ડૂબે છે;
ઈશ્વર સાથે એક થનારા તે જ્ઞાનીજન ઈશ્વરને
બધે જુએ છે, સર્વ તરફથી પામે છે તે ઈશ્વરને. ॥૫॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.