वेदान्तविज्ञानसुनिश्चितार्थाः संन्यासयोगाद् यतयः शुद्धसत्त्वाः ।
ते ब्रह्मलोकेषु परान्तकाले परामृताः परिमुच्यन्ति सर्वे ॥६॥
vedanta vijnana sunishchit arthah sannyasa-yogad yatayah shuddha-sattvah ।
te brahma-lokeshu paranta-kale paramrutah parimuchyanti sarve ॥6॥
જ્ઞાન અને વિજ્ઞાનથકી છે નિશ્ચય તત્વતણો કરિયો,
યોગ અને ફલત્યાગ થકી છે મનનો મેલ બધો હરિયો,
એવા સાધક શરીર છોડી બ્રહ્મધામમાં જાયે છે,
અમૃતરૂપ બને છે તે, ને મુક્ત બંધથી થાયે છે. ॥૬॥
*
गताः कलाः पञ्चदश प्रतिष्ठा देवाश्च सर्वे प्रतिदेवतासु ।
कर्माणि विज्ञानमयश्च आत्मा परेऽव्यये सर्वे एकीभवन्ति ॥७॥
gatah kalah panchadasha pratishtha devashcha sarve pratidevatasu ।
karmani vijnanamayashcha atma pare'vyaye sarve ekibhavanti ॥7॥
જેણે પ્રાપ્ત કર્યા ઈશ્વરને તેનો દેહ પડે ત્યારે,
કલા પંચદશ ને ઈન્દ્રિયો નિજદેવોમાં એક બને;
કર્મ બધાં ને જીવ જ્ઞાનમય, ઈશ્વર સાથે એક બને,
પૂર્ણ થાય તે મુક્ત મહાત્મા, ઈશ્વર સાથે એક બને. ॥૭॥
*
यथा नद्यः स्यन्दमानाः समुद्रेऽ स्तं गच्छन्ति नामरूपे विहाय ।
तथा विद्वान् नामरूपाद्विमुक्तः परात्परं पुरुषमुपैति दिव्यम् ॥८॥
yatha nadyah syandamanah samudre' stam gacchhanti nama-rupe vihaya ।
tatha vidvan nama-rupa-dvi-muktah paratparam purusham upaiti divyam ॥8॥
જેમ નદીઓ મળે સિંધુમાં નામરૂપને છોડીને,
મળે દિવ્ય ને ઉત્તમ પ્રભુને સંત ઉપાધિ છોડીને. ॥૮॥
*
स यो ह वै तत् परमं ब्रह्म वेद ब्रह्मैव भवति नास्याब्रह्मवित्कुले भवति ।
तरति शोकं तरति पाप्मानं गुहाग्रन्थिभ्यो विमुक्तोऽमृतो भवति ॥९॥
sa yo ha vai tat paramam brahma veda
brahmaiva bhavati nasya brahmavitkule bhavati ।
tarati shokam tarati papmanam guhagranthibhyo
vimukto'mruto bhavati ॥ 9॥
જાણે જે પરમાત્માને તે પરમાત્મા જ બની જાયે,
બ્રહ્મને ન જાણે તે પુત્રો તેના કુલમાં ના થાયે;
તરી જાય તે શોકસિંધુને, થઈ જાય પર પાપથકી,
અજ્ઞાનતણી ગાંઠ હૃદયની છૂટે, જાયે અમર બની. ॥૯॥
*
બ્રહ્મવિદ્યાનો અધિકારી
तदेतदृचाऽभ्युक्तम् ।
क्रियावन्तः श्रोत्रिया ब्रह्मनिष्ठाः स्वयं जुह्वत एकर्षिं श्रद्धयन्तः ।
तेषामेवैतां ब्रह्मविद्यां वदेत शिरोव्रतं विधिवद् यैस्तु चीर्णम् ॥१०॥
tat etat rucha'bhyuktam ।
kriyavantah shrotriya brahma-nishthah
svayam juhvata ekarshim shraddhayantah ।
tesham evaitam brahmavidyam vadeta
shirovratam vidhivad yaistu chirnam ॥10॥
કરે કામ નિષ્કામપણે જે, જ્ઞાન વળી જે પામે છે,
પ્રભુમાં જેની નિષ્ઠા છે, જે સાચી શ્રદ્ધા રાખે છે,
‘એકર્ષિ’ કહ્યો અગ્નિ જેમાં હવન હમેંશા જે કરતા,
વ્રતને પાળે, તેને દેવી બ્રહ્મપ્રાપ્તિની આ વિદ્યા. ॥૧૦॥
*
तदेतत् सत्यमृषिरङ्गिराः पुरोवाच नैतदचीर्णव्रतोऽधीते ।
नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः ॥११॥
tat etat satyam rushir Angirah purovacha naitada chirnavrato'dhite ।
namah parama rushibhyo namah parama rushibhyah ॥ 11॥
આજ સત્ય વિદ્યાને પ્હેલાં કહી અંગિરા ઋષિએ છે,
પ્રભુપ્રાપ્તિના નિયમ ન પાળે, શિખી શકે તે ના એને;
નમસ્કાર ઓ પરમ મહર્ષિ, નમસ્કાર હોજો તમને,
નમસ્કાર ઓ પરમ મહર્ષિ, નમસ્કાર હોજો તમને. ॥૧૧॥
*
॥ iti mundak upanishade tritiya mundake dvitiyah khandah ॥
દ્વિતીય ખંડ સમાપ્ત, તૃતીય મુંડક સમાપ્ત
*
॥ iti atharva-vediya mundakopanishat samapta ॥
અથર્વવેદીય મુંડકોપનિષદ સમાપ્ત