शांतीपाठ
શાંતિપાઠ
ॐ भद्रं कर्णेभिः श्रुणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङ्गैस्तुष्टुवाँसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥
om bhadram karnebhihi srnuyama deva
bhadram pasye ma ksabhir yajatrah ।
sthirai rangai stustuvam sastanubhir
vyasema devahitam yadayuh ॥
અમે કાનથી મંગલ સુણિયે, આંખે જોઈએ મંગલ,
પૂજન કરતાં પરમેશ્વરનું અમે કામ કરિયે મંગલ;
સુદૃઢ કાયાથકી આયુને ભોગવિયે પ્રભુને માટે,
સુદૃઢ અંગ હરેક કરીને વાપરિયે પ્રભુને કાજે.
*
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥
svasti na indro vrddhasravah
svasti nah pusa visvavedah ।
svasti nastarksyo aristanemih
svasti no brhaspatir dadhatu ॥
જેનો યશ સઘળે છે વ્યાપ્યો એવા ઈન્દ્ર વળી પૂષા,
અનિષ્ટહર્તા ગરૂડ સર્વે પ્રભુનાં દૈવીરૂપ સમા,
તે કલ્યાણ અમારું કરજો, એજ એક ઈચ્છા અમને,
કૃપા તેમની પામી મન આ પરમેશ્વરને માર્ગ વળે.
*
ॐ शान्तिः । शान्तिः । शान्तिः ॥
Om shantihi shantihi shantihi ॥
ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥
*