તમારી સંનિધિમાં મારી દશા કેવી થઈ જાય છે તેની તમને ખબર છે ? ચંદ્રને જોઈને જેમ આ શાંત છતાં સ્નેહછલેલાં અબ્ધિનું અણુએ અણુ ઉછાળા મારે છે, અને એની મંત્રમુગ્ધતાનો પાર નથી રહેતો, તેમ મારું સર્વકાંઈ તમને નિહાળીને હાલી ઉઠે છે, ને ઉછળવા માંડે છે.
નિર્વાત મંદિરમાં જલી રહેલી દીપકની જ્યોતની જેમ, મારા પ્રાણની પ્રેમળ જ્યોત અખંડ રીતે જલ્યા કરે છે. તે તમારું જ ધ્યાન ધરે છે, ને તમારા વિશ્વમોહન રૂપને જોયા કરે છે. મારી બધી જ ચંચળતા ચાલી જાય છે, અસ્થિરતાનો અંત આવે છે, અને અશાંતિ દૂર થાય છે.
એવો છે તમારા પ્રેમનો - તમારી પ્રત્યક્ષતાનો પ્રભાવ. સ્વર્ગ કે વૈકુંઠ ને મુક્તિ મને ત્યારે દૂર નથી લાગતાં કે કલ્પનામય નથી જણાતાં. મારે માટે એ આજ સંસારમાં સાકાર થાય છે. અથવા કહો કે એથી પણ અલૌકિક, અનેરા, અનિર્વચનીય, અમૃતમય, લોકનું નિર્માણ થાય છે !
- શ્રી યોગેશ્વરજી
***
आपकी संनिधि में मेरी अवस्था कैसी होती है, आपको पता है ? जिस प्रकार चंद्र को देखकर शांत किन्तु स्नेह से भरे सागर का अंतर और अणु-अणु उछलने लगता है और उसकी मंत्रमुग्धता का अन्त नहीं रहता, उसी प्रकार मेरा सब कुछ आपको देखकर हिल उठता है, नर्तन करने और उछलने लगता है।
निर्वात मंदिर में जलनेवाली दीपक की ज्योति की तरह, मेरे प्राण की प्रेमिल ज्योति अखंड रूप से जला करती है । वह आपका ही ध्यान धरती है; आपके विश्वमोहन रूप को ही देखा करती है । मेरी समस्त चंचलता चली जाती है, अस्थिरता का अंत आता है, अशांति शान्त होती है ।
ऐसा है आपके प्रेम का, आपकी प्रत्यक्षता का प्रभाव । स्वर्ग, वैकुंठ तथा मुक्ति – मुझे दूर, सुदूर नहीं लगते अथवा कल्पनामय नहीं दीखते । मेरे लिये वे इसी संसार में साकार हो जाते हैं । अथवा कहो कि इससे भी अलौकिक, अकल्पनीय, अनिर्वचनीय, अमृतमय, आनंददायक लोक का निर्माण होता है ।