વહેતા ઝરણની પાસે તલ્લીન બનીને બેઠેલા શિષ્યને ગુરુદેવે કહ્યું:
‘બેટા શું જોયા કરે છે? ઝરણનો સંદેશ સાંભળે છે કે નહીં? જીવનના ઝરણને આવી જ રીતે વિકાસની અખંડ આરાધનામાં લગાડી દે, ને વિસંવાદમાં પણ સંવાદ ને શાંતિનો સ્વાદ ચાખી લે. જીવનના ઝરણને પણ આવી રીતે સાધનાના સતત રીતે વહેતા પ્રવાહમાં પલટાવી દે.’
- શ્રી યોગેશ્વરજી