જીવનમાં સહજ જે આનંદ ને સ્વાદ
જીવનમાં સહજ જે આનંદ ને સ્વાદ,
ભોગવજે તેને માની પ્રભુનો પ્રસાદ;
આસક્ત થઈશ નહીં પરંતુ તેમાં,
વિવેકી બનીને રમ રોજ છો એમાં.
તિરસ્કાર સંસારના સુખનો ના હો,
રસને લગાવતો તું ઠોકર ના છો;
અંધ બની કિન્તુ તેમાં ડૂબતો નહીં,
જીવનનું ધ્યેય જોજે ભૂલતો કહીં.
સુધામય સંસારનો સ્વાદ ભલે લે,
પ્રભુની ઝાંખીય કરી જીવનમાં દે.
(રચના: ૨૯-૭-૧૯૫૭, સોમવાર)
– © શ્રી યોગેશ્વરજી