तस्मै स होवाच प्रजाकामो वै प्रजापतिः स तपोऽतप्यत
स तपस्तप्त्वा स मिथुनमुत्पादयते ।
रयिं च प्रणं चेत्येतौ मे बहुधा प्रजाः करिष्यत इति ॥४॥
tasmai sa hovacha prajakamo vai prajapatih sa tapo'tapyata
sa tapastaptva sa mithunam utpadayate ।
rayim cha pranam chetyetau me bahudha prajah karisyata iti ॥ 4॥
પિપ્પલાદ ઋષિ કહે છે
મહર્ષિ બોલ્યા, સૃષ્ટિ તણા સ્વામીને પરમાત્મા કે’છે,
સંકલ્પરૂપી તપથી સારી સૃષ્ટિ રચી છે આ તેણે;
રયિ પ્રાણ કે શક્તિતત્વને તેણે પ્હેલાં પ્રકટ કર્યાં,
બંને જેથી મળી રચી લે બહુરૂપી તે સૃષ્ટિ આ. ॥૪॥
*
आदित्यो ह वै प्राणो रयिरेव चन्द्रमा रयिर्वा एतत्
सर्वं यन्मूर्तं चामूर्तं च तस्मान्मूर्तिरेव रयिः ॥५॥
Adityo ha vai prano rayireva chandrama rayirva etat
sarvam yanmurtam chamurtam cha tasmanmurtireva rayih ॥ 5॥
પ્રાણતત્વ છે સૂર્ય, સૂર્યથી પોષણ જીવનું થાયે છે,
ચંદ્ર ગણી લો રયિને, તેથી સ્થૂલ તત્વ પોષાયે છે;
પંચભૂત છે સ્વરૂપ રયિનું, પ્રાણ જીવની શક્તિ છે,
તે બંનેથી જગત બન્યું છે, એ વાત થઈ નક્કી છે. ॥૫॥
*
अथादित्य उदयन्यत्प्राचीं दिशं प्रविशति
तेन प्राच्यान् प्राणान् रश्मिषु सन्निधत्ते ।
यद्दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं
यदधो यदूर्ध्वं यदन्तरा दिशो यत् सर्वं प्रकाशयति
तेन सर्वान् प्राणान् रश्मिषु सन्निधत्ते ॥६॥
ath aditya udayanyatprachim disam pravisati
tena prachyan pranan rashmisu sannidhatte |
yaddaksinam yat pratichim yadudichim
yadadho yadurdhvam yadantara diso yat sarvam prakashayati
tena sarvan pranan rasmisu sannidhatte ॥ 6॥
રાત જાય ને પૂર્વ દિશામાં સૂર્ય ઉગી આવે જ્યારે,
ત્યાંના જીવોના અંતરમાં જીવન આવે છે ત્યારે;
એ જ પ્રમાણે જ્યાં જ્યાં તેનો પ્રકાશ જગમાં વ્યાપે છે,
ત્યાં ત્યાં પ્રાણ બનીને સૂરજ જીવન સૌને આપે છે. ॥૬॥