ભાર્ગવ ઋષિ પૂછે છે
अथ हैनं भार्गवो वैदर्भिः पप्रच्छ ।
भगवन् कत्येव देवाः प्रचां दिधारयन्ते कतर एतत्
प्रकशयन्ते कः पुनरेषां वरिष्ठ इति ॥१॥
Atha hainam bhargavo vaidarbhih papraccha ।
bhagavan katyeva Devah pracham didharayante katara etat
prakasayante kah Punaresam varistha iti ॥1॥
પછી પૂછ્યું ભાર્ગવઋષિએ પ્રભુ, મારા પ્રશ્નો ત્રણ આવા :
દેવ કેટલા જીવતણા દેહોને ધારણ કરનારા ?
પ્રકાશિત કરે એ સૌમાંથી કોણ વળી આ કાયાને ?
એ સૌમાં ને શ્રેષ્ઠ કોણ છે સૌથી ? પ્રશ્નો મારા તે. ॥૧॥
*
પિપ્પલાદ ઋષિ કહે છે
तस्मै स होवाचाकाशो ह वा एष देवो
वायुरग्निरापः पृथिवी वाङ्मनश्चक्षुः श्रोत्रं च ।
ते प्रकाश्याभिवदन्ति वयमेतद्बाणमवष्टभ्य विधारयामः ॥२॥
Tasmai sa hovachakaso ha va esa devo
vayur agnirapah Prthivi vang manas chaksuh srotram cha ।
te prakasy abhivadanti Vayam
etad banamavastabhya vidharayamah ॥2॥
પંચભૂત છે સૌ દેહોને સાચે ધારણ કરનારાં,
દેહ બન્યો છે તે તત્વોથી, તે છે ધારણ કરનારાં;
આંખ કાન - જ્ઞાનેન્દ્રિય તેમજ કર્મેન્દ્રિય ને મન તે સૌ,
ચૌદ દેવતા ધારે છે ને કરે પ્રકાશિત કાયાને.
એકવાર આ દેવો વચ્ચે વિવાદ ભારે જાગ્યો’તો,
બધા કહે છે, અમે જ ધારણ કર્યો દેહ આવો મોટો ! ॥૨॥
*
तान् वरिष्ठः प्राण उवाच ।
मा मोहमापद्यथ अहमेवैतत् पञ्चधाऽऽत्मानं
प्रविभज्यैतद्बाणमवष्टभ्य विधारयामीति तेऽश्रद्दधाना बभूवुः ॥३॥
Tan varisthah prana uvacha ।
ma mohamapadyatha aham evaitat Panchadha'tmanam
pravibhajyait adbanamav astabhya Vidharayam iti
Te'sraddadhana babhuvuh ॥3॥
ત્યારે બોલ્યો શ્રેષ્ઠ પ્રાણ કે મોહમહીં ના તમે પડો,
ધારણ કરતો હું જ દેહને પાંચ પ્રાણમાં વ્હેંચાયો;
મારાથી રક્ષાઈ કાયા; પરંતુ સૌએ ના માન્યું,
વિશ્વાસ પડ્યો ના કોઈને, અભિમાન બધાએ જાણ્યું. ॥૩॥