सोऽभिमानादूर्ध्वमुत्क्रामत इव तस्मिन्नुत्क्रामत्यथेतरे सर्व
एवोत्क्रामन्ते तस्मिश्च प्रतिष्ठमाने सर्व एव प्रतिष्ठन्ते ।
तद्यथा मक्षिका मधुकरराजानमुत्क्रामन्तं सर्व एवोत्क्रमन्ते
तस्मिष्च प्रत्ष्ठमाने सर्व एव प्रतिष्टन्त एवम्
वाङ्मनष्चक्षुः श्रोत्रं च ते प्रीताः प्राणं स्तुन्वन्ति ॥४॥
So'bhimanad urdhvam utkramata iva tasminnutkramatyathetare sarva
Evotkramante tasmischa pratisthamane sarva eva pratisthante ।
Tadyatha maksika madhukararajanamutkramantam sarva evotkramante
Tasmischa pratsthamane sarva eva pratistanta evam
Vang manas chaksuh Srotram cha te pritah pranam stunvanti ॥4॥
ત્યારે ગર્વ ધરીને પ્રાણે દેહ છોડવો શરૂ કર્યો,
રહી શક્યા ના કોઈ ત્યારે, પ્રાણ હતો બ્હારે નિકળ્યો;
પેઠો પ્રાણ શરીરે ત્યારે દેવો સૌ પાછા ફરિયા,
મધમાખી રાજાને જેવી રીતે અનુસરતી સૌ હા !
આ જોઈને આંખ કાન ને મન ઈત્યાદિ ઈન્દ્રિય સૌ,
કરવા લાગી સ્તુતિ પ્રાણની, શ્રેષ્ઠ પ્રાણને માની સૌ. ॥૪॥
*
સૌ દેવો પ્રાણદેવની સ્તુતિ કરે છે
एषोऽग्निस्तपत्येष सूर्य एष पर्जन्यो मघवानेष वायुः
एष पृथिवी रयिर्देवः सदसच्चामृतं च यत् ॥५॥
Eso'gnis tapatyesa surya
Esa parjanyo maghavanesa vayuh
Esa pruthivi rayirdevah
Sadasacchamrutam cha yat ॥5॥
અગ્નિ બનીને તપે પ્રાણ આ, આ જ મેઘ ને સૂરજ છે,
ઈન્દ્રવાયુ આ, પ્રાણરૂપ આ દેવ ખરેખર પૃથ્વી છે;
આજ પ્રાણ છે રયિ, ને જે કૈં સત્ય અસત્ય જણાયે છે,
અમૃતતત્વ વળી આ પોતે, પ્રાણ આ બધું સાચે છે. ॥૫॥
*
अरा इव रथनाभौ प्राणे सर्वं प्रतिष्ठितम् ।
ऋचो यजूँषि सामानि यज्ञः क्षत्रं ब्रह्म च ॥६॥
Ara iva ratha-nabhau prane sarvam pratisthitam ।
Rucho yajumsi samani yajnah ksatram brahma cha ॥6॥
યજુર્વેદ, ઋગ્વેદતણા ને સામવેદના મંત્ર બધા,
યજ્ઞ અને બ્રાહ્મણક્ષત્રિય સૌ પ્રાણમહીં છે વસી રહ્યા. ॥૬॥