व्रात्यस्त्वं प्राणैकर्षरत्ता विश्वस्य सत्पतिः ।
वयमाद्यस्य दातारः पिता त्वं मातरिश्व नः ॥११॥
Vratyastvam pranaikarsaratta visvasya satpatih ।
Vayam adyasya datarah pita tvam matarisva nah ॥11॥
સ્વભાવથી તું શુદ્ધ, તને ના શુદ્ધ થવા સંસ્કાર ઘટે,
તું જ પવિત્ર બધાને કરતો, સર્વશ્રેષ્ઠ ઋષિ તું જ ખરે.
અમે તને ભોજન દેનારા, તું તેને ખાનાર ખરે,
સમસ્ત જગનો સ્વામી છે તું, પિતા સર્વનો તું જ ખરે. ॥૧૧॥
*
या ते तनूर्वाचि प्रतिष्ठिता या श्रोत्रे या च चक्षुषि ।
या च मनसि सन्तता शिवां तां कुरू मोत्क्रमीः ॥१२॥
Ya te tanurvaci pratisthita ya srotre ya cha chaksusi ।
Ya cha manasi santata sivam tam kuru motkramih ॥12॥
આંખ કાન ને વાણીમાં ને મનમાં તારું રૂપ રહ્યું,
તેને શાંત કરી દે, અમને યથાર્થ જ્ઞાન ખરે જ થયું ! ॥૧૨॥
*
प्राणस्येदं वशे सर्वं त्रिदिवे यत् प्रतिष्ठितम् ।
मातेव पुत्रान् रक्षस्व श्रीश्च प्रज्ञां च विधेहि न इति ॥१३॥
Pranasyedam vase sarvam tridive yat pratisthitam ।
Mateva putran raksasva shrischa prajnam cha vidhehi na iti ॥13॥
આ જગમાં જે જણાય છે ને પદાર્થ જે સ્વર્ગમહીં છે,
તે સૌ પદાર્થ પ્રાણદેવ, છે તુજને અધીન સર્વપણે;
માતા જેમ અમારી તું કર રક્ષા, તેજ અમોને દે,
કાર્યશક્તિ દે, જ્ઞાન વળી દે, પ્રાણ, અમોને જીવન દે. ॥૧૩॥
*
બીજો પ્રશ્ન સમાપ્ત
Iti prasnopanisadi dvitiyah prasnah ॥