if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્નોપનિષદ - ત્રીજો પ્રશ્ન

આશ્વલાયન પૂછે છે

अथ हैनं कौशल्यष्चाश्वलायनः पप्रच्छ ।
भगवन् कुत एष प्राणो जायते कथमायात्यस्मिञ्शरीर
आत्मानं  वा प्रविभज्य कथं प्रतिष्ठते
केनोत्क्रमते कथं बह्यमभिधते कथमध्यात्ममिति ॥१॥

Atha hainam kausalya sch asvalayanah papraccha ।
Bhagavan kuta Esa prano jayate
Katham ayaty asmin sarira atmanam va
Pravibhajya katham pratisthate
Ken utkramate katham bahyam abhidhate
Katham adhyatmam iti ॥1॥

આશ્લાયને પૂછ્યું, હે પ્રભુ, પ્રાણ જન્મતો ક્યાંથી આ ?
શરીરમાં શી રીતે આવે ? કેવી રીતે રહે સદા ?
શરીરથી શી રીતે નિકળે જાયે જ્યારે અન્યમહીં ?
કેવી રીતે મનઈન્દ્રિયને જગને ધારણ કરે વળી ? ॥૧॥
*
ઋષિ કહે છે

तस्मै स होउवाचातिप्रष्चान् पृच्छसि
ब्रह्मिष्ठोऽसीति तस्मात्तेऽहं ब्रवीमि ॥२॥

Tasmai sa houvach atipraschan prucchasi
brahmistho'siti Tasmatte'ham bravimi ॥2॥

ખૂબ પ્રશ્ન અઘરા પૂછે તું, છે પણ શ્રદ્ધાળુ પ્રેમી,
તેથી તુજને ઉત્તર દઉં છું, સાંભળજે મનને મેલી. ॥૨॥
*
आत्मन एष प्राणो जायते ।
यथैषा पुरुषे छायैतस्मिन्नेतदाततं मनोकृतेनायात्यस्मिञ्शरीरे ॥३॥

Atmana esa prano jayate ।
yathaisa puruse Chayait asmin netad atatam Manokrtenayaty asmin sarire ॥3॥

પરમાત્માથી પ્રાણ થાય છે, છાયા જેવી દેહથકી,
પરમાત્મા તેના રચનારા, અધીન તે પરમાત્માની;
મરતી વખતે પ્રાણીના મનમાં સંકલ્પ રહે જેવા,
તેના દેહમહીં જાયે છે પ્રાણ શરીરમહીં તેવા. ॥૩॥

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.