यच्चित्तस्तेनैष प्राणमायाति ।
प्राणस्तेजसा युक्तः सहात्मना तथासङ्कल्पितं लोकं नयति ॥१०॥
Yacchittastenaisa pranam ayati ।
pranas tejasa yuktah sah atmana
Tatha sankalpitam lokam nayati ॥10॥
મૃત્યુ સમે સંકલ્પ જે રહે તે સંકલ્પ લઈને આ,
ઉદાનવાયુ મળે પ્રાણને મનઈન્દ્રિયની સાથે આ;
મુખ્ય પ્રાણ તે ઉદાન ને મનઈન્દ્રિયવાળા આત્માને,
લઈ જાય છે ભિન્નભિન્ન લોકોમાં એ જ જીવાત્માને. ॥૧૦॥
*
પ્રાણના જ્ઞાનનું ફલ
य एवं विद्वान् प्राणं वेद न हास्य प्रजा
हीयतेऽमृतो भवति तदेषः श्लोकः ॥११॥
Ya evam vidvan pranam veda na hasya praja
Hiyate'mrto bhavati tadesah slokah ॥11॥
રહસ્ય જાણે પ્રાણતણું જે, પ્રાણ સદા જે રક્ષે છે,
વીર્ય બને છે ઉત્તમ તેનું, તેની સંતતિ ન મરે છે.
ઉત્તમ રીતે પ્રાણતણો ને ઉપયોગ કરી લે છે તે,
ઈશ્વરમય જીવન જીવે છે, અમર બની જાયે છે તે. ॥૧૧॥
*
उत्पत्तिमायतिं स्थानं विभुत्वं चैव पञ्चधा ।
अध्यात्मं चैव प्राणस्य विज्ञायामृतमश्नुते विज्ञायामृतमश्नुत इति ॥१२॥
Utpattim ayatim sthanam vibhutvam chaiva panchadha ।
Adhyatmam chaiva pranasya vijnay amrutam asnute
Vijnay amrutam asnuta iti ॥12॥
પ્રાણતણી ઉત્પત્તિ, તેના પ્રવેશને જે જાણે છે,
શરીરમાં વ્યાપકતા તેની, પાંચ પ્રાણ જે જાણે છે;
બાહ્ય પ્રાણને પણ જે જાણે, તે અમૃતમય થાયે છે,
પરમાત્માને પામે છે તે પરમાત્માને પામે છે. ॥૧૨॥
*
ત્રીજો પ્રશ્ન પૂરો
Iti prasnopanisadi trtiyah prasnah ॥