चतुर्थः प्रश्नः | ચોથો પ્રશ્ન
સૌર્યાયણી ઋષિ પૂછે છે
अथ हैनं सौर्यायणि गार्ग्यः पप्रच्छ ।
भगवन्नेतस्मिन् पुरुषे कानि स्वपन्ति कान्यस्मिञ्जाग्रति
कतर एष देवः स्वप्नान् पश्यति कस्यैतत्
सुखं भवति कस्मिन्नु सर्वे सम्प्रतिष्टिता भवन्तीति ॥१॥
Atha hainam Sauryayani Gargyah papraccha ।
Bhagavannet asmin Purushe kani swapanti kany asmin jagrati ?
Katara esa devah swapnan pasyati ? kasya itat sukham bhavati ?
Kasminnu sarve sampratist ita bhavant iti ॥1॥
ગર્ગ ગોત્રમાં થયેલ એવા સૌર્યાયણી હતા ઋષિ તે,
હવે પૂછવા લાગ્યા, હે પ્રભુ, શરીરમાં કોણ સુએ છે ?
જાગે છે ને કોણ દેહમાં ? કોણ સ્વપ્નને દેખે છે ?
નિદ્રામાં કોણ અનુભવે ? કોને આશ્રિત દેવો છે ?
સર્વદેવ તે શેમાં સ્થિત છે, કોના આધારે રે’છે ?
એ જ પ્રશ્ન છે મારો, તેનો જવાબ વાળો મુનિવર હે ! ॥૧॥
*
પિપ્પલાદ ઋષિ કહે છે
तस्मै स होवच । यथ गार्ग्य मरीचयोऽर्कस्यास्तं
गच्छतः सर्वा एतस्मिंस्तेजोमण्डल एकीभवन्ति ।
ताः पुनः पुनरुदयतः प्रचरन्त्येवं ह वै तत् सर्वं परे देवे
मनस्येकीभवति तेन तर्ह्येष पुरुषो न शृणोति
न पश्यति न जिघ्रति न रसयते न स्पृशते नाभिवदते
नादत्ते नानन्दयते न विसृजते नेयायते स्वपितीत्याचक्षते ॥२॥
Tasmai sa hovacha ।
Yatha Gargya marichayo'rkasyastam
Gacchatah sarva etasmimstejomandala eki bhavanti ।
Tah punah Punar-udayatah pracharanty evam ha vai
Tat sarvam pare deve Manasyeki bhavati
Tena tarhyesa puruso na srnoti na pasyati na Jighrati
Na rasayate na sprusate nabhi-vadate nadatte nanandayate
Na visrujate neyayate svapititya chaksate ॥2॥
કહ્યું મુનિવરે, જેવી રીતે સૂર્ય અસ્ત થાયે ત્યારે,
કિરણ બધાં તેનામાં મળતા, ફેલાયે ઊગે ત્યારે;
તે જ પ્રમાણે નિદ્રા વખતે મનુષ્યની ઈન્દ્રિય સઘળી,
પરમદેવ મનમાં એક બને, ત્યારે કામ કરાય નહીં.
જીવ સુણે ના, દેખે ના, કે સૂંઘે સ્વાદ ન લે ત્યારે,
સ્પર્શ કરે કે બોલે ના, ના લે કૈં, મૈથુન ના માણે;
મલમૂત્ર તણો ત્યાગ કરે ના, ચાલે ના તેમજ ત્યારે,
લોક કહે કે સૂઈ રહ્યો છે; કામ કરે જાગે ત્યારે. ॥૨॥