ઉદીનો મહિમા છે મોટો.
એનો જગમાં ના જોટો. ...ઉદીનો.
ગ્રહણ કરે જે ભાવે તેને કૈં ન રહે તોટો ;
ભાવ મુજબ ફળને પામે હો સાચો કે ખોટો. ...ઉદીનો.
મુસાફર સદા સાથે રાખે દોરી ને લોટો ;
ઉદી તેમ જે સેવે તેનો ભરાય છે કોઠો. ...ઉદીનો.
મુખમાં રાખે, ધરે કપાળે, દર્દ કદિક હો તો,
કલેશ ટળે છે તેનો ફૂટે જેમ જ પરપોટો. ...ઉદીનો.
સેવન કરતાં સૌ સુખ આપે, પ્રાણ હસે રોતો ;
'પાગલ’ સાઈ, જોજો મહિમા થાય નહીં ખોટો. ...ઉદીનો.
- શ્રી યોગેશ્વરજી