એક મોટા સંન્યાસીએ એક મહાત્મા પુરુષની મુલાકાત લીધી.
મહાત્મા પુરુષે કહ્યું : ‘પ્રભુ, તમારા દર્શનથી બહુ જ આનંદ થયો.
સંતોમાં તો પ્રભુનો પ્રકાશ વિશેષ પ્રમાણમાં પથરાયેલો છે.’
સંન્યાસીને જ્ઞાનનો ઘમંડ હતો.
તે ચર્ચાનો વિષય શોધતો જ હતો.
આ અચાનક આવી પડેલા પ્રસંગથી તે તુરત ટટ્ટાર થયો
ને કહેવા માંડ્યો ‘એમ કેમ કહો છો ?
પરમાત્માનો પ્રકાશ કાંઈ સંતોમાં જ ફેલાયેલો છે એવું થોડું છે ?
એ તો સૌમાં પથરાયેલો છે. પરમાત્મા તો સૌમાં સમાનરૂપે રહેલા છે.’
‘પણ સંતોમાં તે પ્રકાશ વધારે પ્રકટ થયેલો દેખાય છે.’ મહાત્મા પુરુષે ઉત્તર આપ્યો :
‘એટલે સંતોના દર્શનથી આનંદ થાય છે, ને સંતો માનનીય મનાય છે.’
પણ સંન્યાસીને ગળે તે વાત ના ઉતરી.
તેણે પોતાની ચર્ચા ચાલુ જ રાખી.
મહાત્મા પુરુષે મૌન રાખ્યું.
એટલામાં તો સંન્યાસીના ત્રણેક ભક્તો ત્યાં આવી પહોંચ્યા.
મહારાજની સામે બેસીને મસ્તક નમાવીને તેમણે પ્રણામ કર્યા.
તેથી સંન્યાસીનું મુખ પ્રફુલ્લિત થઈ રહ્યું.
મહાત્મા પુરુષ ને એકઠા થયેલા લોકો એ બધું જોઈ જ રહ્યા.
- શ્રી યોગેશ્વરજી