અગિયાર બારણાંને બંધ કરીને શરીરની અંદર વિરાજેલા મહાદેવનું મેં દર્શન કર્યું છે,
એટલે મારું એકાદશી વ્રત પૂરું થયું છે.
અગિયાર બારણાંને બંધ કરીને શરીરની અંદર વિરાજેલા મહાદેવનું મેં દર્શન કર્યું છે.
શરીરને છોડ્યા પછી સાંપડનારા વૈંકુઠની મને તૃષ્ણા નથી.
શરીરની હયાતિમાં જ મારો કાયમ માટે વૈંકુઠમાં વાસ થયો છે.
એકાદશી વ્રતનો ખરો આનંદ અનુભવવો હોય તો
તું પણ તેમ કરી તારી અંદર ને બહાર રહેલા પ્રિયતમ પરમાત્માનું દર્શન કર,
મનને નિર્મળ કરીને તેને પરમાત્માનાં ચરણોમાં ધર,
તન ને મનનાં બારણાં બંધ કરીને તારી સુરતાને તેમાં સ્થિર કર.
હે સાધક,
એકાદશી વ્રતનો ખરો આનંદ અનુભવવો હોય તો તું પણ તેમ કર.
- શ્રી યોગેશ્વરજી