if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Aswatthama's invaluable stone - I}

The news of Aswatthama's carnage in Pandavas camp spread in no time. Yudhisthir came to know about the massacre through Dhristadhyumna's charioteer. Pandavas were shocked on hearing the news of killing of Draupadi's sons. When Draupadi got the news, she resolved to go on indefinite fast if Pandavas would not punish Aswatthama for his dastardly act the next day. Yudhisthir was caught in dilemma as even if they would manage to get hold of Aswatthama, and kill him, it would be challenging for them to provide proof of the same to Draupadi in given time. Draupadi revealed that Aswatthama had an invaluable stone from his birth and if someone would bring that stone as a proof, she would know that her pledge is fulfilled.

Draupadi asked Bhimsen to retaliate, listening to which Bhim jumped into his chariot and began his hunt for Aswatthama. Arjuna, Yudhisthir and Krishna tried to stop Bhim, but he did not. Bhim began looking for Aswatthama, following the path marks left by his chariot. Finally, Bhim got hold of Aswatthama at a place where he was seated with sages including Ved Vyasa. Bhim warned and announced his intentions of attack to Aswatthama. When Aswatthama saw Arjuna, Yudhisthir and Krishna approaching, he lost hope of survival. He fired Brahma astra to efface all the Pandavas and Arjuna, left with no option but to counter it, fired his Brahma Siras against it. Sage Vyas and Narada held them apart and chided Aswatthama for indulging in such reckless act. They demanded both to recall their astras. Arjuna agreed to sage's advise as he knew how to recall his astra but Aswatthama could not.

{/slide}

સવારનો શાંત સોનેરી સમય થતાં ધૃષ્ટદ્યુમ્નના સારથિએ યુધિષ્ઠિર પાસે પહોંચીને રાતે છાવણીમાં મચાવાયેલા અશ્વત્થામાના અસાધારણ આંતકના સમાચાર સંભળાવ્યા.

એ કરૂણાતિકરુણ સમાચારને સાંભળીને યુધિષ્ઠિરની પીડાનો પાર રહ્યો નહીં.

એમના માથા પર જાણે આકાશ તૂટી પડ્યું.

ખાસ કરીને દ્રૌપદીના પુત્રોના અને દ્રુપદના પુત્રોના સંહારના સમાચાર એમને માટે અતિશય વેદનાજનક, અશાંતિકારક અને અસહ્ય થઇ પડવાથી તેઓ સ્વલ્પ સમયને માટે અચેત બની ગયા.

જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પણ એ ભયંકર મર્મભેદક વિલાપ કરવા લાગ્યા.

એમના શોક તથા પશ્ચાતાપનો અંત ન હતો.

ઉપલવ્ય નગરમાંથી સૂર્યસમાન પરમપ્રકાશમય રથમાં નકુલ સાથે આવેલી દ્રૌપદી પણ એ સઘળા શોક સમાચારને સાંભળીને રડવા કકળવા લાગી અને ચિત્તની સમતુલાને ખોઇને પૃથ્વી પર પડી ગઇ.

ભાનમાં આવ્યા પછી પોતાના અસહ્ય શોકને વિવિધ પ્રકારે વ્યક્ત કરીને એણે છેવટે યુધિષ્ઠિરને જણાવ્યું કે તમે એ પાપી અશ્વત્થામાને આજે યુદ્ધમાં પરાક્રમપ્રદર્શન દ્વારા સપરિવાર સંહારી નાખો નહિ, અને એના અસાધારણ પાપકર્મનું આજે જ ફળ આપો નહિ, તો યુદ્ધક્ષેત્રમાં હું અનશનવ્રતને ધારણ કરીને બેસી જઇશ.

દ્રૌપદીના કઠોર નિર્ણયથી યુધિષ્ઠિરનું હૈયુ હાલી ઉઠ્યું એમણે એને જણાવ્યું કે અશ્વત્થામા અહીંથી ઘણે દૂર મહાઘોર વનમાં ચાલ્યો ગયો છે. અમે તેને યુદ્ધમાં મારીશું. એ વાતની તને કેવી રીતે ખબર પડશે ?

દ્રૌપદીએ જણાવ્યું કે દ્રૌણપુત્ર અશ્વત્થામાના મસ્તક પર તેના જન્મની સાથે જ ઉત્પન્ન થયેલો એક મણિ રહે છે. તમે યુદ્ધમાં એ પાપીને મારી નાંખીને એના મણિને મારી પાસે લાવો. તે મણિને જોઇને હું જાણીશ કે અશ્વત્થામા મરી ગયો છે. એ મણિને તમારા મસ્તક પર ધારણ કરાવીને જ મને નિરાંત થશે.

દ્રૌપદીએ ભીમસેનને પણ અશ્વત્થમાના નાશ માટે પ્રાર્થના અને આજ્ઞા કરી. એના વિલાપને સાંભળીને ભીમસેને અશ્વત્થામાના નાશનો નિર્ધાર કર્યો. એ સુવર્ણજડિત રથમાં નકુલને સારથિ બનાવીને બેસી ગયો.

તે પોતાની છાવણીમાંથી નીકળીને અશ્વત્થામાનો રથ જે માર્ગે થઇને આગળ ગયો હતો તે માર્ગમાં તેના ચિન્હોને ઓળખી કાઢીને સત્વર આગળ જવા લાગ્યો.

ભીમસેનના પ્રયાણ પછી શ્રીકૃષ્ણ અર્જુન અને યુધિષ્ઠિર સાથે રથમાં વિરાજીને એની રક્ષા માટે વિદાય થયા.

પુરુષોમાં વ્યાઘ્ર સરખા તે મહાપુરુષો મહાધનુર્ધારી ભીમસેન પાસે પહોંચી ગયા અને તેને આગળ જતાં અટકાવવા લાગ્યાં. પરન્તુ ભીમસેન તે ત્રણે મહાપુરુષોના દેખતાં જ ઘોડાઓને અતિવેગથી દોડાવીને ગંગા નદીના તીર તરફ જવા લાગ્યો.

ત્યાં ગંગાના તીર પર પાણીની પાસેના પ્રદેશમાં ઋષિઓની સાથે બેઠેલા યશસ્વી મહાત્મા વેદવ્યાસને જોયા. વળી તેમની પાસે જ આખા શરીરે ધૂળથી ખરડાયેલા ક્રૂરકર્મી અશ્વત્થામાને શરીર ઉપર ઘી લગાડીને તથા દર્ભની સળીઓનાં વસ્ત્રોને પહેરીને બેઠેલો જોયો.

ભીમસેને એને અવલોકીને આહવાન આપ્યું અને હાથમાં બાણ ચઢાવેલું ધનુષ્ય લઇને તે તેની સામે દોડી ગયો.

હાથમાં ભયંકર ધનુષ્યને ધારણ કરનારા ભીમસેનને તથા તેની પાછળ જ શ્રીકૃષ્ણના રથમાં બેઠેલા તેનાં ભાઇઓને જોઇને અશ્વત્થામા ગભરાઇ ગયો. તે સમયે તેણે બ્રહ્માસ્ત્રોનો પ્રયોગ કરવાનું જ યોગ્ય માન્યું. મનમાં ધૈર્ય ધરીને અશ્વત્થામાએ પોતાના ડાબા હાથથી દર્ભની સળીને ગ્રહણ કરીને દિવ્ય બ્રહ્માસ્ત્રનું ચિંતન કર્યું.

એણે એ દિવ્ય અલૌકિક અસ્ત્રને છોડ્યું કે તરત જ પ્રલયકાળના યમની પેઠે ત્રણે લોકોનો સંહાર ઇચ્છતો હોય તેવો પ્રજ્વલિત અગ્નિ તે દર્ભની સળીમાંથી પ્રકટવા લાગ્યો.

અશ્વત્થામાનું અસ્ત્ર બળવા લાગ્યું ત્યારે તેના તેજવર્તુલમાં દેવર્ષિ નારદે અને મહર્ષિ વ્યાસે દર્શન આપીને એ મહાભયંકર શસ્ત્રને શાંત પાડવાનો આદેશ આપ્યો.

તે બન્ને મહામુનિઓને જોઇને અર્જુન પોતાના દિવ્ય અસ્ત્રને પાછું ખેંચી લેવા તૈયાર થયો. તેણે બે હાથ જોડીને જણાવ્યું કે મારા અસ્ત્રનો પ્રયોગ અશ્વત્થામાના અસ્ત્રની શાંતિ માટે જ થયેલો છે, આપની આજ્ઞા પ્રમાણે હું જો મારા અસ્ત્રનો ઉપસંહાર કરી લઇશ તો અશ્વત્થામા પોતાના અસ્ત્રના તેજથી અમને બાળીને ભસ્મ કરી નાખશે.

અર્જુને પોતાનું અસ્ત્ર પાછું વાળી લીધું.

જે પુરુષ બ્રહ્મચર્ય વ્રતને પાળનારો હોય છે તે જ તે અસ્ત્રનો ઉપસંહાર કરી શકે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.