असिद्धार्था नैव कवचिदपि सदेवासुरनरे
निवर्तन्ते नित्यं जगति जयिनो यस्य विशिखाः ।
स पश्यन्नीश त्वामितरसरुरसाधारणमभूत्
स्मरः स्मर्तव्यात्मा नहि वशिषु पथ्यः परिभवः ॥१५॥
*
asiddhartha naiva kvachidapi sadeva sura-nare
nivartante nityam, jagati jayino yasya vishikhah,
sa pashyannisa tvam itara sura sadharana mabhut
smarah smarta-vyatma nahi vasishu pathyah paribhavah
*
જતાં જેના બાણો સુરનર પરે વ્યર્થ ન કદી,
સદાયે પામે છે વિજય અસુરો ના પર પડી;
ગણ્યો તેવા કામે, અપરસમ સાધારણ તને,
થયો ભસ્મ તેથી, યતિનું અપમાને શુભ નહીં ॥ ૧૫ ॥
*
*
૧૫. હે પ્રભો ! તમે રાતદિવસ આત્માના ધ્યાનમાં જ મસ્ત રહેતા હતાં ત્યારે તારકાસુરની સામે લડવા માટે તમારા દ્વારા કોઈ પુત્ર થાય તો સારું એવી દેવોને ઈચ્છા થઈ એટલે કામદેવને તમારા તપમાં ભંગ પાડવા મોકલ્યો. તે કામદેવ સારી સૃષ્ટિમાં સફળ થતો હતો, પરંતુ તમારું ત્રીજુ નેત્ર ઉઘાડીને તમે તેને ભસ્મ કરી દીધો. ખરેખર, સંયમી માણસનું અપમાન થાય તો તેનું ફળ સારું આવતું નથી.
*
१५. हे प्रभु, जब आप समाधि में लीन थे तब (तारकासुर को मारने के लिए आपके द्वारा कोई पुत्र हो एसा सोचकर) देवोंने आपकी समाधि भंग करने के लिए कामदेव को भेजा । यूँ तो कामदेव के बाण मनुष्य हो या देवता - सब के लिए अमोघ सिद्ध होते है मगर आपने तो कामदेव को ही अपने तीसरे नेत्र से भस्मीभूत कर दिया । सचमुच, किसी संयमी मनुष्य का अपमान करने से अच्छा फल नहीं मिलता ।