શ્વેતાશ્વતર ઉપનિષદ
Chapter 2, Verse 02
युक्तेन मनसा वयं देवस्य सवितुः सवे ।
सुवर्गेयाय शक्त्या ॥२॥
yuktena manasa vayam devasya savituh save ।
suvargeyaya saktya ॥ 2॥
મનને પૂર્ણ લગાવી કરિયે સદા ભક્તિનો યજ્ઞ અમે,
કરિયે પરમાનંદકાજ સંપૂર્ણ શક્તિથી યત્ન અમે. ॥૨॥
અર્થઃ
વયમ્ - અમે
સવિતુઃ - સૌને ઉત્પન્ન કરનારા
દેવસ્ય - દેવોના દેવ પરમાત્માની
સવે - આરાધનારૂપી યજ્ઞમાં
યુક્તેન મનસા - જોડાયેલા મન દ્વારા
સુવર્ગેયાય - સ્વર્ગીય સુખપ્રાપ્તિ અથવા પરમાત્મા પ્રાપ્તિના પરમાનંદની અનુભૂતિ માટે
શક્ત્યા - સંપૂર્ણ શક્તિ સાથે
(પ્રયતામહૈ - પ્રયત્ન કરીએ)
ભાવાર્થઃ
જીવનમાં પરમાત્મા સિવાય બીજા કોની આરાધના કરવા જેવી છે ? વિષયોની આરાધના જીવનને ક્લેશયુક્ત, બંધનગ્રસ્ત, અશાંત અને દુઃખી કરે છે, અને પરમાત્માની આરાધના સ્વર્ગીય સનાતન સુખશાંતિથી સંપન્ન અને સાર્થક બનાવે છે. એટલા માટે અમે પરમદેવ પરમાત્માની આરાધનાના યજ્ઞનો આરંભ કરીએ, અને એ યજ્ઞની સફળતા માટે મનને પરમાત્મામાં પરોવીને અમારી સમસ્ત સાધનસામગ્રીને ને શક્તિને, જીવનની ક્ષણેક્ષણને કામે લગાડીએ એ જ બરાબર છે.