Shivmahimna Stotra

Shiva

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - હિન્દુઓના આદિ દેવ મનાય છે. બ્રહ્મા જગતનું સર્જન કરનાર, વિષ્ણુ ધારણ કે પોષણ કરનાર અને શંકર વિસર્જન કે વિનાશ કરનાર મનાય છે. આદિ શંકરાચાર્ય સહિત અનેક નામી અનામી મહાપુરુષોએ ભગવાન શંકરની સ્તુતિ કરતા સ્તોત્ર રચ્યા છે. પણ એ બધામાં પુષ્પદંત ગાંધર્વ રચિત શિવમહિમ્ન સ્તોત્ર શિવભક્તોમાં અત્યંત લોકપ્રિય બન્યું છે. સોમવારે અને ખાસ કરીને શ્રાવણ માસમાં શિવભક્તો એનો ભાવપૂર્વક પાઠ કરે છે.

આ સ્તોત્રની રચના પાછળ રસપ્રદ ઈતિહાસ રહેલો છે. પુષ્પદંત ગાંધર્વ ઈન્દ્રના દરબારમાં સંગીતકાર હતો. એને પુષ્પો ખુબ પસંદ હતા. એક દિવસ અનાયાસ એની નજર રાજા ચિત્રરથના ઉદ્યાનમાં ખીલેલ પુષ્પો પર પડી. એ જોઈને એ મોહિત થઈ ગયો અને પોતાની જાતને ફુલ ચુંટતા રોકી ન શક્યો. રાજા ચિત્રરથ ભગવાન શંકરનો એકનિષ્ઠ ભક્ત હતો. પોતાના ઉદ્યાનમાં ખીલેલા સુંદર પુષ્પોથી એ દરરોજ મહાદેવની પૂજા કરતો. પુષ્પદંતે ફુલ તોડી લીધા એથી રાજા ચિત્રરથ મહાદેવની પૂજામાં ફુલો અર્પણ ન કરી શક્યો. પછીથી આવું વારંવાર બનવા માંડ્યું. ઘણાં પ્રયત્ન છતાં રાજા ચિત્રરથ પોતાના ઉદ્યાનમાંથી થતી ફુલોની ચોરીને અટકાવવામાં અસમર્થ રહ્યો કારણ કે પુષ્પદંત પાસે અદૃશ્ય રહેવાની સિદ્ધિ હતી. ચોરને પકડવાના આખરી ઉપાય તરીકે એણે એના ઉદ્યાનમાં ભગવાન શંકરને પ્રિય એવા બીલીપત્ર અને નિર્માલ્યને બિછાવી દીધા. રોજની માફક પુષ્પદંત ફુલો ચુંટવા આવ્યો ત્યારે એનો પગ બિલીપત્ર પર પડ્યો. પોતાનાથી અજાણતામાં થયેલ આ અક્ષમ્ય અપરાધથી મુક્ત થવા, ભગવાન શંકરના કોપથી બચવા અને એમને પ્રસન્ન કરવા એણે આ સ્તોત્રની રચના કરી.

મૂળ સંસ્કૃતમાં લખાયેલ આ સ્તોત્રને સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીએ એમના હિમાલયવાસ દરમ્યાન ૧૯૪૯માં ગુજરાતીમાં અનુવાદિત કર્યું હતું. શિખરીણી છંદમાં રચેલ આ સ્તોત્રને એમણે સ્વરચિત અમરનાથ સ્તુતિની સાથે ૧૯૫૧ની અમરનાથ યાત્રા દરમ્યાન ભગવાન શંકરના ચરણે અર્પણ કર્યું હતું. એના ફલસ્વરૂપ એમને ભગવાન શંકરના દર્શન પણ થયા હતા.

શિવમહિમ્ન સ્તોત્ર પુસ્તક સ્વરૂપે આકાર પામ્યું અને એની અનેક આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ એના ઘણાં વરસો બાદ સુપ્રસિદ્ધ ગાયક બેલડી આશિત અને હેમા દેસાઈએ 'વંદે સદાશિવમ્' આલ્બમ માં એને સ્વરબદ્ધ કરી ગુજરાતી જનતા માટે સુલભ કર્યું.

શ્રી યોગેશ્વરજીના ઉત્કૃષ્ટ અને લોકપ્રિય સર્જનોમાંના એક એવા શિવમહિમ્ન સ્તોત્રના સમશ્લોકી ગુજરાતી પદ્યાનુવાદને અહીં મૂળ સંસ્કૃત શ્લોક સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આશા છે ભક્તજનોને એ પસંદ આવશે.

*
Lord Shiva is considered as one of the three main Deity [त्रिदेव: The three forms of God – Brahma (creator), Vishnu (sustainer) and Mahesh or Shiva (destroyer)] of Hindus. Aadi Shankaracharya has written quite a few stotras (songs of worship) on Lord Shiva. Many known and unknown scholars have also expressed their adoration for Lord Shiva with their own poetic verses. However among all stotras or stutis, the one written by Pushpadanta became very popular.

It is interesting to know the circumstances which led Pushpadanta to compose this great song. Pushpadant was a Gandharva (गांधर्व - musician in the court of Indra). He had a particular liking for flowers. It so happened that he saw beautiful garden adorned with charming flowers. It was King Chitraratha’s royal garden. King Chitraratha was a devotee of Lord Shiva. Every day, he used to offer flowers from his palatial garden as a symbol of his devotion to Lord Shiva.

Pushpadanta was fascinated by those stunning flowers, so he began to steal them. As a consequence, king Chitraratha was unable to pick flowers for offering to Lord Shiva. It was not an isolated incident. It became a routine affair. King Chitraratha made every effort to address the issue but remained unsuccessful. The reason was very simple; Pushpadanta had divine power to remain invisible.

At last, King spread Bilva leaves (बिलीपत्र), considered auspicious offering to Lord Shiva in his garden. Pushpadanta, unaware of this sudden change, stepped on Bilva leaves and incurred Lord Shiva’s wrath. Shiva punished him for his misdeed and Pushpadanta lost his divine power of invisibility.

In order to seek absolution and please Lord Shiva, Pushpadant created a stotra (song of praise) in which he elaborated at length on Shiva’s greatness. Shiva was pleased with this hymn, absolved him and returned his divine powers. The very stotra became known as the 'Shiva-mahimna Stotra'.

Shivmahimna Stotra has 43 verses. Find here the Sanskrit text of Pushpadanta’s Shivmahimna stotra along with Shri Yogeshwarji’s Gujarati translation and comments.

Title Hits
Verse 01 Hits: 22558
Verse 02 Hits: 13846
Verse 03 Hits: 11194
Verse 04 Hits: 10934
Verse 05 Hits: 10330
Verse 06 Hits: 11268
Verse 07 Hits: 12171
Verse 08 Hits: 9681
Verse 09 Hits: 9702
Verse 10 Hits: 9807
Verse 11 Hits: 9175
Verse 12 Hits: 9880
Verse 13 Hits: 9114
Verse 14 Hits: 9354
Verse 15 Hits: 9346
Verse 16 Hits: 9557
Verse 17 Hits: 9294
Verse 18 Hits: 9412
Verse 19 Hits: 9596
Verse 20 Hits: 9413
Verse 21 Hits: 9097
Verse 22 Hits: 8966
Verse 23 Hits: 9491
Verse 24 Hits: 9550
Verse 25 Hits: 9883
Verse 26 Hits: 7377
Verse 27 Hits: 7201
Verse 28 Hits: 7320
Verse 29 Hits: 7199
Verse 30 Hits: 7335
Verse 31 Hits: 7062
Verse 32 Hits: 7416
Verse 33 Hits: 7067
Verse 34 Hits: 6721
Verse 35 Hits: 6999
Verse 36 Hits: 7219
Verse 37 Hits: 6816
Verse 38 Hits: 6966
Verse 39 Hits: 6801
Verse 40 Hits: 6848
Verse 41 Hits: 7046
Verse 42 Hits: 7142
Verse 43 Hits: 7315
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.