સનાતની હિન્દુઓ જેને અતિ પવિત્ર માને છે અને વૈષ્ણવોને ખુબ પ્રિય એવા વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાન વિષ્ણુના એક હજાર નામો વર્ણવવામાં આવ્યા છે. ભગવદ્ ગીતાની જેમ વિષ્ણુ સહસ્ત્રનામ પણ મહાભારતના ભાગરૂપ છે, જેની રચના મહર્ષિ વ્યાસ દ્વારા થયેલી છે. મહાભારતના અનુશાસન પર્વ, ૧૪૯ મા પ્રકરણના ૧૪ થી ૧૨૦ શ્લોકોની વચ્ચે વિષ્ણુ સહસ્ત્રનામના આ શ્લોકો આવેલા છે.
વિષ્ણુ સહસ્ત્રનામની રચનાનો ઇતિહાસ જાણવા જેવો છે. કુરુક્ષેત્રના યુદ્ધની સમાપ્તિ બાદ પિતામહ ભીષ્મ બાણશૈયા પર સૂતા પોતાના દેહત્યાગની પ્રતીક્ષા કરતા હતા. પિતામહ ભીષ્મના મૃત્યુ સાથે એક મહાન યુગનો અંત થવાનો હતો. ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા કે પિતામહના જીવન પર કાયમી પડદો પડે અને એમની સાથે જ એમણે મેળવેલ અનુભવજ્ઞાનનો અંત આવે એ પહેલા યુધિષ્ઠિર એમની પાસેથી એનું રહસ્યજ્ઞાન મેળવી લે. એથી મહર્ષિ વ્યાસ અને ભગવાન કૃષ્ણની હાજરીમાં પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ થયો. જેમાં યુધિષ્ઠિરે પિતામહને પ્રશ્ન પૂછ્યા કે
૧. બધા દેવોમાં પરમ દેવ કોણ?
૨. કોણ પરમ ધામ છે?
૩. તમારા મતે બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો ?
૪. કોને ભજવાથી જન્મમરણના બંધનમાંથી જીવ મુક્ત થઇ શકે?
આ પ્રશ્નોના ઉત્તરમાં ભીષ્મ કહે છે કે જે સર્વવ્યાપી, સર્વ લોકના સ્વામી, પરમ પ્રકાશ, સૃષ્ટિના સાર છે અને જેઓ સૃષ્ટિના સર્વ પદાર્થોમાં વસે છે તથા જેમનામાં જડ અને ચેતન - બધા જ પદાર્થો વસે છે એવા ભગવાન વિષ્ણુના હજાર નામોનું રટણ કરવાથી માનવજાત બધા જ દુ:ખોમાંથી મુક્ત થશે.
મૂળ સંસ્કૃત અને અનુષ્ટુપ છંદમાં રચાયેલ આ અદભુત સ્તોત્રને ગુજરાતના સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીએ પોતાના એકાંતિક હિમાલયવાસ દરમ્યાન ૧૯૫૨ માં અનુવાદિત કર્યું હતું. ત્યારબાદ એની ગ્રંથરૂપે અનેક આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ. તાજેતરમાં જાણીતા ગાયક કલાકાર અમન લેખડિયા, દિપાલી સોમૈયા અને ગાર્ગી વોરા દ્વારા તેને સ્વરબદ્ધ કરવામાં આવ્યું. નિત્ય પાઠ કરવામાં સરળતા રહે એથી એને વિડીયોના માધ્યમ દ્વારા રૂપાંતરિત કરીને જનહિતાર્થે મુકવામાં આવ્યું છે. આશા છે એ સૌને ઉપયોગી ઠરશે.
Vishnu Sahasranam is one of the most sacred and chanted stotra by Hindus. Recited daily by many Vaishnavites, devotees of Lord Vishnu, Vishnu Sahasranama contains a list of thousand name of Lord Vishnu, a premier Hindu deity (the other two in trilogy are Shiva and Brahma). Just as Bhagavad Gita, Vishnu Sahasranam is also part and parcel of Mahabharat. It is found in the Anushasana Parva, Section 149, verses 14 to 120. The Sahasranama (apart from the initial and concluding prayers) has a total of 108 shlokas in Anushtup chhanda (a meter of poetry).
Vishnu Sahasranama is another masterpiece from Sage Vyasa, an extraordinary Sanskrit scholar and author of many timeless classics such as Mahabharata, Bhagavad Gita, Puranas and various Stotras. Vishnu Sahasranam has been the subject of numerous commentaries, the most popular being one written by Adi Shankaracharya.
In Sanskrit, 'sahasra' means 'a thousand' and 'nāma' means 'name'. The compound 'Sahasranam' (or 'Sahasranama') may be translated as 'having thousand names'. Thus, Vishnu Sahasranama literally means Lord Vishnu with thousand names or thousand names of Lord Vishnu. In modern Hindi, it is pronounced as Sahasranām while in South Indian languages, it is pronounced as Sahasranāmam. There are Sahasranāma for major forms of God (Vishnu, Shiva, Shakti, and others), but Vishnu Sahasranāma is most popular among common people. The other Sahasranamas are recited mostly in temples or by learned and scholars.
It is interesting to know the history behind Vishnu Sahasranama. On the battlefield of Kurukshetra, Bhisma - the great grandfather of Kauravas and Pandavas was lying on his deathbed. With Bhishma's death, an era of great wisdom and knowledge was about to come to an end. There for, Lord Krishna advised Yudhisthir to seek Bhishma's counsel on any and all aspects of life. The dialogue, which was witnessed by Sage Vyasa and Lord Krishna as well, reflects essence of Bhishma's life. During the dialogue, in response to Yudhisthir's questions such as Who is the ultimate Supreme reality of the creation; by worshipping whom a man attains salvation; and what is the easiest way by which mankind can get everlasting happiness, eternal peace and become free from misery and sorrow, Bhishma mentioned thousand names of Lord Vishnu.
It is true that the charm and magnetism of this Stotra can only be felt completely in Sanskrit, but not many people study it these days. For Gujarati people, Shri Yogeshwarji translated this stotra in poem form in 1953. It was later published in a book form during sixties. Thereafter due to popular demand, it has been reprinted more than six times.