if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Curse to Nahush}

Indrani performed penance to please Goddess Upashruti. With her blessings, Indrani could contact Indra and revealed him about her painful situation. Indra consoled her and asked to hold on for a while until favorable time approaches. Indra knew very well that Nahush was mightier than him and it was nearly impossible to dethrone him at that moment. Indra devised a strategy and discussed it with Indrani. Accordingly, Indrani invited Nahush to her place in palanquin lifted by great and venerable Sages. In ordinary circumstances, Nahush would never agree to have his palanquin lifted by most respected Sages. But what lust can not do ? Nahush was ready to go to any extent to please Indrani.

When the procession was going on, Nahush accidentally touched Sage Agatsya's head by his foot. That was it! Sage Agatsya got angry and cursed Nahush to turn into a python and stay on earth for the next ten thousand years. Sage thought it as an appropriate punishment for his horrible deed. Nahush was dethroned and Indra re-established his position in heaven. The patience and trial of Indrani had a happy ending.

The morale of this great story is that one should not lose patience even in the most difficult of time. This story was told by Shalya to Yudhisthir on the battlefield of Mahabharat as Yudhisthir was passing through testing times for so long. Shalya pacified him that just as Indra regained his lost kingdom, Yudhisthir would also regain his lost wealth and glory.
 
{/slide}

ઈન્દ્રાણીએ દેવી ઉપશ્રુતિની ઉપાસનાથી એ દેવીની પ્રસન્ન કરીને ગુપ્ત રૂપે રહેનારા ઈન્દ્રનો સંપર્ક સાધીને સઘળી પરિસ્થિતિને વર્ણવીને પોતાની ને સ્વર્ગલોકની સુરક્ષા તથા નહુષના નાશ માટે પ્રાર્થના કરી.

ઈન્દ્રએ તેને જણાવ્યું કે નહુષ અતિશય બળવાન હોવાથી આ સમય બળપ્રદર્શનનો નથી. એનો નાશ માટે હું તને એક ગુપ્ત યુક્તિ બતાવુ છું. તું નહુષને એકાંતમાં મળીને  કહેજે કે તમે દિવ્ય પાલખીમાં બેસીને તે પાલખીને શ્રેષ્ઠ ઋષિઓની પાસે ઊંચકાવીને મારી પાસે આવો તો હું પ્રસન્ન થઈને સર્વપણે તમારી બનીશ.

ઈન્દ્રાણીએ નહુષ પાસે પહોંચીને તેવી માંગણી કરી.

નહુષ કામવિમોહિત હતો. કામવિમોહિત કે કામાંધ માનવ શું નથી કરતો ? તેની બુદ્ધિ વધારે ભાગે ભ્રષ્ટ થઈ જાય છે, તે સારાસારના વિવેકને ખોઈ બેસે છે, અને અનુચિત કર્મને ઉચિત સમજીને કરવા માંડે છે. જે ઉચિત હોય છે તેને અનુચિત માને છે.

નહુષે શચીની માંગણીને મંજૂર રાખી.

નહુષ તે સુંદર મુખવાળી દેવીને વિદાય કરી. પછી બ્રાહ્મણનો નિરાદર કરનારા, બળથી ઉન્મત્ત થયેલા, મદના જોરે છકી ગયેલા, અને ફાવે તેમ વર્તનારા તે નહુષે નિયમનિષ્ઠ ઋષિઓને પાલખીએ જોડયા. એ દુષ્ટાત્મા ઋષિઓ પાસે પાલખી ઉપાડાવવા લાગ્યો.

મહાભાગ્યશાળી દેવર્ષિઓ અને નિર્મળ બ્રહ્મર્ષિઓ એ પાપકર્મ કરનારા નહુષની પાલખી ઊંચકતાં શ્રમથી લોથપોથ થઈ ગયા.

અધર્મથી મુઢ બનેલા નહુષે પગ વડે અગસ્ત્ય મુનિના મસ્તકનો સ્પર્શ કર્યો તેથી તે રાજાનું તેજ હણાઈ ગયું તે ઐશ્વર્યરહિત થઈ ગયો. પછી અજ્ઞાનમાં ડુબેલા તથા અત્યંત પીડિત થયેલા નહુષને મહામુનિ અગસ્ત્યે કહ્યું કે તું પૂર્વજોએ કરેલાં અને બ્રહ્મર્ષિઓએ આચરેલાં નિર્દોષ કર્મોને દોષ આપે છે. તે તારા પગ વડે મારા મસ્તકનો સ્પર્શ કર્યો છે. વળી હે મૂઢ ! તુ બ્રહ્મતુલ્ય ઋષિઓને વાહન કરીને તેમની પાસે પાલખી ઉંચકાવે છે. તેથી સર્વ રીતે ભ્રષ્ટ, કાંતિરહિત, તથા ક્ષીણપુણ્ય થઈને સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ. ત્યાં તુ મહાસર્પ અજગરના રૂપને  ધારણ  કરીને દશ હજાર વર્ષ પર્યંત ફરીશ અને તે સમય પૂર્ણ થશે ત્યારે પાછો સ્વર્ગમાં આવીશ.

એ પ્રમાણે તે દુરાત્મા દેવરાજ્યથી ભ્રષ્ટ થયો. બ્રાહ્મણોને કાંટાની પેઠે સાલનારો તે નાશ પામ્યો.

પછી ગંધર્વો અને અપ્સરાઓના સમુહોની સ્તુતિ પામી રહેલો ઈન્દ્ર શુભ લક્ષણવાળા  ઐરાવત હાથી ઉપર બેઠો. અત્યંત મહાતેજસ્વી અગ્નિ, મહર્ષિ બૃહસ્પતિ, યમ, વરૂણ, ધનપતિ કુબેર, સર્વ દેવો, ગંધર્વો અને અપ્સરાઓથી વીંટાળાઇને એ સ્વર્ગે ગયો. ત્યાં તે ઈન્દ્રાણીને મળીને પરમાનંદ પામ્યો અને સર્વલોકનું પાલન કરવા લાગ્યો. અંગિરામુનિએ ત્યાં પહોંચીને અથર્વવેદના મંત્રોથી તે દેવેન્દ્નની સ્તુતિ કરી.

દેવોનો તથા તપોધન ઋષિઓનો સત્કાર કરીને ઈન્દ્ર અતિશય આનંદ પામ્યો અને ધર્મથી પ્રજાનું પાલન કરવા લાગ્યો.

મહાભારતના ઉદ્યોગપર્વમાં આલેખાયેલી ઈન્દ્ર અને નહુષની ઉપર્યુક્ત કથા યુધિષ્ઠિરને શલ્ય દ્વારા કહેવાઇ છે. પ્રતિકુળતામાં, દુર્દિનમાં તથા દુ:ખમાં માનવ મોટે ભાગે ડરી, ડગી ને નિરાશ થઇ જાય છે. એવા વિષમ વિપરીત વખત દરમિયાન એની અગ્નિપરીક્ષા થાય છે. એવે વખતે એને એના જેવા દુ:ખી તથા દુ:ખમાંથી માર્ગ કાઢનારા માનવોના જ્વલંત જીવનમાંથી પ્રેરણા મળે છે. કથાની સુખદ સમાપ્તિ સમયે શલ્યે યુધિષ્ઠિરને કહેલા શબ્દોને એ સંદર્ભમાં ખાસ યાદ કરવા જેવા છે. શલ્યે કહ્યું કે એ પ્રમાણે ઈન્દ્રે પોતાની પત્ની સાથે દુ:ખ ભોગવીને શત્રુઓના નાશની ઈચ્છાથી ગુપ્તવાસ પણ કરેલો. માટે તમે પણ દ્રોપદી તથા બંધુઓની સાથે જે કષ્ટ વેઠ્યું છે તેથી દુ:ખી થશો નહીં: તમને રાજ્ય મળશે. જેવી રીતે દુરાચારી પાપાત્મા નહુષ મહામુનિ અગસ્ત્યના શાપથી હણાઈને નાશ પામ્યો તેવી રીતે તમારા શત્રુઓ પણ છેવટે વિનાશ પામશે. પછી તમે સમુદ્રપર્યંતની પૃથ્વીનો ઉપભોગ કરશો.

યુધિષ્ઠિરના કહેવાથી શલ્યે યુદ્ધમાં કર્ણનું સારથિપણું કરતી વખતે કર્ણના તેજની હાનિ થાય એવી રીતે અર્જુનની પ્રશંશા કરવાની બાંયધરી આપીને પોતાની સેના સાથે દુર્યોધન પાસે જવા માટે વિદાય લીધી.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.