Mudra (મુદ્રા)
આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે - પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. પંચ તત્વોની સમતુલા શરીરમાં જળવાઈ ન રહે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને એ માંદગીનું શિકાર બને છે. મુદ્રા દ્વારા આ પાંચ તત્વોને શરીરના એક ભાગથી બીજા ભાગ તરફ વહેવડાવવામાં આવે છે. શરીર, મન અને પ્રાણના આરોગ્યને જાળવવા માટે યોગીઓએ મુદ્રાઓનો પ્રયોગ કર્યો હતો.
સામાન્યતઃ મુદ્રા હાથની આંગળીઓ વડે કરવામાં આવે છે. હાથની પાંચ આંગળીઓ પાંચ તત્વોને દર્શાવે છે.
અંગુઠો (અંગુષ્ટ) Thumb - અગ્નિ
પહેલી આંગળી Index Finger (તર્જની) - વાયુ
બીજી કે મધ્ય આંગળી Middle Finger (મધ્યમા) - આકાશ
ત્રીજી આંગળી Ring Finger (અનામિકા) - પૃથ્વી
છેલ્લી કે નાની આંગળી Little Finger (કનીષ્ટિકા) - પાણી.
મુદ્રા મનને ધ્યાનની સ્થિતિમાં જવા તૈયાર કરે છે. મુદ્રા ઘણે ભાગે એકલી કરવામાં ન આવતાં વિવિધ આસન કે પ્રાણાયામની સાથે કરવામાં આવે છે. વિવિધ મુદ્રાઓમાં આંગળી અને અંગુઠાને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી અમુક બિંદુ પર દબાણ થતાં શરીરના વિવિધ ભાગો પર એની અસર થાય છે. અને એથી પ્રાણનો પ્રવાહ શરીરના એક ભાગમાંથી બીજા ભાગ તરફ વહેવા માંડે છે. એ પ્રવાહનું નિયમન અને યોગ્ય માત્રામાં નાડીઓમાં વહન એ મુદ્રાનો હેતુ છે. ઈડા અને પિંગલા નાડીઓમાં સુસૂક્ષ્મ પ્રાણના પ્રવાહને અભિસરિત થતાં ઉર્જાનો પ્રવાહ જોઈતા સ્થાને પૂરતા પ્રમાણમાં મળે છે. જેથી મનના વિચારોની ગતિ અટકે છે તથા મનના ઉદ્વેગો ઓછા થાય છે. મન એકાગ્ર થતા ધ્યાનની પ્રક્રિયામાં મદદ મળે છે.
તંત્ર અને યોગમાર્ગમાં વિવિધ પ્રકારની સો જેટલી મુદ્રાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મુદ્રાઓને વિવિધ પ્રકારમાં વહેંચી શકાય - હાથ, મસ્તિષ્ક, કાયા, બંધ અને આધાર. અહીં આપણે વિવિધ મુદ્રાઓ વિશે વિશેષ માહિતી મેળવીશું.