if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वेदो द्वारा श्रीराम की स्तुति
 
(छंद)
जय सगुन निर्गुन रूप अनूप भूप सिरोमने।
दसकंधरादि प्रचंड निसिचर प्रबल खल भुज बल हने ॥
अवतार नर संसार भार बिभंजि दारुन दुख दहे।
जय प्रनतपाल दयाल प्रभु संजुक्त सक्ति नमामहे ॥
 
तव बिषम माया बस सुरासुर नाग नर अग जग हरे।
भव पंथ भ्रमत अमित दिवस निसि काल कर्म गुननि भरे ॥
जे नाथ करि करुना बिलोके त्रिबिधि दुख ते निर्बहे।
भव खेद छेदन दच्छ हम कहुँ रच्छ राम नमामहे ॥
 
जे ग्यान मान बिमत्त तव भव हरनि भक्ति न आदरी।
ते पाइ सुर दुर्लभ पदादपि परत हम देखत हरी ॥
बिस्वास करि सब आस परिहरि दास तव जे होइ रहे।
जपि नाम तव बिनु श्रम तरहिं भव नाथ सो समरामहे ॥
 
जे चरन सिव अज पूज्य रज सुभ परसि मुनिपतिनी तरी।
नख निर्गता मुनि बंदिता त्रेलोक पावनि सुरसरी ॥
ध्वज कुलिस अंकुस कंज जुत बन फिरत कंटक किन लहे।
पद कंज द्वंद मुकुंद राम रमेस नित्य भजामहे ॥
 
अब्यक्तमूलमनादि तरु त्वच चारि निगमागम भने।
षट कंध साखा पंच बीस अनेक पर्न सुमन घने ॥
फल जुगल बिधि कटु मधुर बेलि अकेलि जेहि आश्रित रहे।
पल्लवत फूलत नवल नित संसार बिटप नमामहे ॥
 
जे ब्रह्म अजमद्वैतमनुभवगम्य मनपर ध्यावहीं।
ते कहहुँ जानहुँ नाथ हम तव सगुन जस नित गावहीं ॥
करुनायतन प्रभु सदगुनाकर देव यह बर मागहीं।
मन बचन कर्म बिकार तजि तव चरन हम अनुरागहीं ॥
 
(दोहा)
सब के देखत बेदन्ह बिनती कीन्हि उदार।
अंतर्धान भए पुनि गए ब्रह्म आगार ॥ १३(क) ॥ 
 
बैनतेय सुनु संभु तब आए जहँ रघुबीर।
बिनय करत गदगद गिरा पूरित पुलक सरीर ॥ १३(ख) ॥

*
MP3 Audio

*
 
વેદો શ્રીરામની સ્તુતિ કરે છે
 
(છંદ)
જય સગુણ-નિર્ગુણરૂપ રૂપ અનૂપ ભૂપશિરોમણિ,
દસકંધરાદિ પ્રચંડ નિશિચર પ્રબળ દલ દીધું હણી;
અવતારથી સંસારભાર હર્યો પ્રખર સંકટ સહી,
જય પ્રણતપાલ દયાળ પ્રભુ વંદન સદા સીતાપતિ.
 
અતિવિષમ માયાવશ સુરાસુર નાગ નર જગ આ હરે,
ભવપંથમાં દિનરાત ગુણ ને કાળકર્મ સહિત ફરે;
કરુણા કરી જેને જુઓ તે ત્રિવિધ તાપ તરત તરે,
ભવશોક છેદનદક્ષ રક્ષો રામ, વંદીએ અમે.
 
જે જ્ઞાન માન વિમત્ત ભક્તિ ના કરે ભવનાશિની,
તે દેવદુર્લભ મેળવી પદ અધોગતિ પામે હરી !
વિશ્વાસથી સૌ આશ છોડી નિત્ય સેવક જે બને,
તે શ્રમ વિના નામે તરે ભવ; સ્મરીએ સ્વામી અમે.
 
જે ચરણ શિવઅજ પૂજ્ય સ્પર્શી અહલ્યા શુભ રજ તરી,
નખનિર્ગતા મુનિવંદિતા ત્રૈલૌક્યપાવન સુરસરી,
ધ્વજકુલિશઅંકુશ કંજયુત ઘાયલ થયાં વનકંટકે,
તે ચરણકમળ મુકુંદરામ રમેશ નિત ભજીએ અમે.
 
અવ્યક્તમૂળ અનાદિ તરુ ત્વચ ચાર નિગમાગમ કહે;
પટ કંધ શાખા પંચવીસ અનેક સુમનો પર્ણ ને;
કટુ મધુર બે ફળ વેલ એક જ, આશ્રયે એના રહે,
ફૂલે સદા તે જગતદ્રુમરૂપ નમીએ તમને અમે.
 
જે બ્રહ્મ અજ અદ્વૈત અનુભવગમ્ય મનથી પર કહે,
તે ભલે જાણે કહે, ગાતા સગુણયશ નિશદિન અમે;
કરુણાયતન પ્રભુ સદગુણાકર દેવ વરને માગતા,
ચરણે કરીએ રાગ તનમન વચનદોષો ત્યાગતાં.
 
(દોહરો)
અરજ કરી સૌ દેખતાં વેદે એમ અપાર,
અંતર્ધાન થઈ ગયા બ્રહ્મલોક તત્કાળ.
 
શંકર આવ્યા એ સમય મળવાને રઘુવીર,
સ્તુતિ કરવા લાગ્યા સ્વરે ગદ્ ગદ્ પુલક શરીર.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.