Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઘણી વીતી ગઈ વેળા રે, સવેળા આવો !
ફળી જાય મારા ફેરા રે, સવેળા આવો !

અંધારું છે બધે વ્યાપ્યું, ગીત મેં મારું આલાપ્યું;
રોશની રેલીને આવો રે, સવેળા આવો ! ... ઘણી વીતી.

આશા ને ઉમંગ ધરી, એકીટસે રહ્યો ભાળી;
આશાની મૂર્તિ પધારો રે, સવેળા આવો ! ... ઘણી વીતી.

ગીત ક્યાં લગી ગાઉં, હમણાં વાવાનું વ્હાણું;
સંગીતના સ્વામી આવો રે, સવેળા આવો ! ... ઘણી વીતી.

નિમિષમાં ધારો તો તો, વિયોગ મટે આ મોટો;
કાંઈ રહે નહીં તોટો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

ધન્ય બને નેન મારાં, તૂટે અલ્પતાના તાળાં;
દર્શને નાસે અંધારાં રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

ઉત્સવ થાયે ત્યારે મારો, રહે નહીં ચિંતા ભારો,
થઈ જાઉં હું તમારો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

તમારી પ્રતિજ્ઞા પાળો, હું તો પાડું છું પોકારો,
હાર્યો નથી, ભલે હારો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

‘પાગલ’ થૈ હૈયું ઢાળ્યું, આજ લગી તમે પાળ્યું,
સુધા સ્પર્શથી જગાવો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit