Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ફરિયાદ આ અમારી, કરુણાળુ ના સુણે જો, સુણશે પછી કહે કો ?
અરજી આ અલ્પ મારી, કરુણાળુ ના સુણે જો, સુણશે પછી કહે કો ?

તું છે પિતા અમારા, સ્નેહીથકી વધારે;
માતા જ ના સ્વીકારે, સ્વીકારશે પછી કો ?...ફરિયાદ.

શરણે પડેલ તારે, ને ભક્ત શીશ ધારે;
અમને નહીં ઉગારે, ઉગારે પછી કો ? ...ફરિયાદ.

દર્શનને પ્રાણ ચાહે, જલતો વિયોગ-દાહે;
ના દાહ તું જ ઠારે, ઠારે પછી કહે કો ? ...ફરિયાદ.

આ જાય કાળ વીતી, વધતી વળીય પ્રીતિ;
તું જો કૃપા ન ઢાળે, ઢાળે પછી કહે કો ? ...ફરિયાદ.

માંગું છું હાથ જોડી, જીવું તને ન છોડી,
છોડીશ ના મને તું, ચિંતા નથી પછી હો ! ...ફરિયાદ.

‘પાગલ’ તને પૂજે છે, સંગીતમાં સ્તવે છે,
સાકાર થૈ સુણી લે, ચિંતા પછી નથી હો ! ...ફરિયાદ.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit