Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સ્મરું સૌથી પહેલાં ગણેશ સિદ્ધિના સ્વામીને,
કાપી દેજો ગજાનન, ક્લેશ રિદ્ધિના સ્વામી રે.

જેને સ્મરવાથી શુભ થાય, સંકટ સર્વ ટળે,
ગૌરીપુત્ર, નમું તમને, આત્મિક પ્રસાદ મળે.

સ્મરું સૃષ્ટિ તણી જનની વિદ્યાની દેવી, તમને,
કરો દૂર અવિદ્યાને પ્રકાશ ધરો અમને.

જેથી દેવના દેવ મળે, અંધાર બધાય ટળે.
ભય, ભેદ ને શોક ટળે, મૃત્યુની સેના ય મરે.

નમું બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-રૂપ પ્રભો, તમને,
મોહ મમતાનાં બંધન ના કદીયે અડો અમને;

પદ્મ જેમ પ્રફુલ્લ સાથ સદાય જીવનમાં રહિયે.
બની એક તમારી સાથ શાંતિ સાચી લહીયે,

સ્મરું તેમ સદાય સંત આ જગના વસમા.
વરસાવો સદાય કૃપા, પછી નથી કૈંય તમા;

સદા દર્શન સ્પર્શનથી આનંદ આપો અમને,
બની ‘પાગલ’ ધન્ય બને કોઈયે પામી તમને.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit