Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંતનો સંગ સદા સુખકારી.
શાંતિપ્રદાયક, તાપવિદારક, રસ વરસાવે ભારી...સંતનો

પ્રેમ જગાવે રોમરોમમાં એવો એ ગુણકારી,
ભ્રાંત મગજને શાંત કરી દે ઔષધિ એવી ન્યારી...સંતનો.

પતિત પ્રાણને પણ અપનાવે, અંતે દે છે તારી,
હોળી જીવનમાં સળગે ત્યાં દૈવી કરે દિવાળી...સંતનો.

ક્ષણનો પણ જો હોય સંગ તો તેની છે બલિહારી,
'પાગલ' સ્નેહે સંતશરણ લે, લે માયાને મારી...સંતનો.

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit