Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

આજ મારે આંગણે હો ઉત્સવ અપાર છે !

પ્રભુના પ્રેમી મારે આંગણે પધાર્યા,
પ્રભુના સંગીતસૂર આંગણે ઉતાર્યા,
હર્ષનો ન પાર છે રે, ઉત્સવ અપાર છે !...આજ.

પ્રભુનામનો પરાગ પાવન ફેલાય છે,
અંધારા અંતરમાં અમૃત રેલાય છે,
હર્ષનો ન પાર છે રે, ઉત્સવ અપાર છે !...આજ.

પ્રભુના પ્રેમીનાં દર્શન કરવાથી,
દુઃખ દૂર થાય છે એને મળવાથી,
હર્ષનો ન પાર છે રે, ઉત્સવ અપાર છે !...આજ.

પ્રભુની લીલા જે ઘરમાં ગવાય છે,
વૈભવ ને સુખશાંતિ તેમાં છવાય છે,
હર્ષનો ન પાર છે રે, ઉત્સવ અપાર છે !...આજ.

પ્રભુના 'પાગલ' એવા પ્રેમીના સંગમાં,
મુક્તિ વેચાય છે પ્રેમીના સંગમાં,
હર્ષનો ન પાર છે રે, ઉત્સવ અપાર છે !...આજ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit