Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારે મંદિરિયે એક વાર આવો, ઓ પ્રેમના દેવ, આવો !
સૂના મંદિરને સ્પર્શથી સુહાવો, ઓ દેહના દેવ આવો !

જાપ જપું જીવન સદા ને સેવું રાખી સ્નેહ,
ગાન તમારું નિત કરું, અર્પી દીધો દેહ.
હવે પૂજા સ્વીકારવા આવો, ઓ પ્રેમના દેવ, આવો ! ... મારે

અંતરના આસન ઉપર કર્યો દિવ્ય અભિષેક,
તર્ક - ઊર્મિનાં ફૂલડાં કરતાં મ્હેંકામ્હેંક.
એવા આસનથી ઊઠતાં આવો, ઓ પ્રેમના દેવ, આવો ! ... મારે

વીજ ચમકતી બ્હાર ને વાદળ કરે અવાજ,
દીપક ડગમગ થાય છે, ડોલે ખૂબ જહાજ.
થઇ જીવનના નાવિક આવો, ઓ પ્રેમના દેવ, આવો ! ... મારે

ઝાંખી એક કર્યા થકી દૈન્ય મટે મારું,
અંધારું અળગું થશે આવરતું સારું,
થઇ ‘પાગલ’ પ્રકાશપુંજ ! ઓ પ્રેમના દેવ, આવો ! ... મારે

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit