if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

ક્યારે બતાવશો રૂપ, રૂપ હવે ક્યારે બતાવશો ?
સંસારે સૌથી અનુપ, રૂપ હવે ક્યારે બતાવશો ?...ક્યારે.

જન્મીને પ્રીત મારા અંતરમાં જાગી,
દિવ્ય રૂપ જોવાને લગની છે લાગે,
જીવન થયું છે અનુરાગી, રૂપ હવે ક્યારે બતાવશો ?...ક્યારે.

અંતરમાં આજ એક ઊઠી છે વેદના,
આંખને ભરીને જોવાની સંવેદના
કરશો નહીં અવહેલના, રૂપ હવે ક્યારે બતાવશો ?...ક્યારે.

જોયા વિના રૂપ શાંતિ વળે ના,
વાતો કર્યા વિના રસ કૈં મળે ના,
લેશ મારી ચિંતા ટળે ના, રૂપ હવે ક્યારે બતાવશો ?...ક્યારે.

આજ એક ઝંખના જીવનની મારી,
બીજી કોઇ મારી ઇચ્છા ના ભારી,
આવીને લો મને ઉગારી, રૂપ હવે ક્યારે બતાવશો ?...ક્યારે.

લાખો શશી સૂર્ય જેવા પ્રકાશથી,
પ્રકટી મારી સામે ફૂલ સમા હાસથી,
બાંધી લો પ્રેમના પાશથી, રૂપ હવે ક્યારે બતાવશો ?...ક્યારે.

રૂપ જોઇ 'પાગલ' હું પ્રેમે નાચી રહું,
ધન્યતાનો આનંદ કેમેય ના કહું,
પ્રેમીના સુખને સદા લહું, રૂપ હવે ક્યારે બતાવશો ?...ક્યારે

- શ્રી યોગેશ્વરજી

When will you reveal your form?
O Lord! When will you reveal your form?
Most fascinating and beyond words,
When will you reveal your form, O Lord?

I have nurtured love in my heart since birth
I crave to envision your divine form on earth
This life cannot wait for you so long
When will you reveal your form, O Lord?

Today, my heart is yearning in pain to see You
And my eyes want, to their complete satisfaction, see You
Please don’t make, of my feelings, a fun
When will you reveal your form, O Lord?

I don’t find peace without looking at you
Neither do I find it without talking to you
My worries are not at all slowing down.
When will you reveal your form, O Lord?

Today I have one desire in my life
And I don’t have any other one so high
Come and pick me up with you along.
When will you reveal your form, O Lord?

With the radiance of countless suns and moons
Appear before me with a flower-like bloom
Tie me up with your loving bond
When will you reveal your form, O Lord?

Mad in love I will dance at your sight
I can’t express the feeling of being blessed in delight
As a true lover, I want to relish those moments
When will you reveal your form, O Lord?

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.