Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હૈયું પ્રેમ તણું છે પ્યાસી.
નેન નીરખવા રૂપ તમારું નિશદિન રહે ઉદાસી ... હૈયું.

ફરી વળ્યો હું પ્રેમ નશામાં બદરીકાશ્રમ કાશી,
રામેશ્વર ને પુરી દ્વારિકા, વિશ્વ તણા ઓ વાસી ... હૈયું.

સાગર સરિતા નભ પર્વતમાં એક તમે જ વિલાસી,
વાસ કરો છો, જોવા તમને ઝંખું છું, રસરાશિ ! ... હૈયું.

જગના વિષયે મન ના લાગે મારું અમૃત-પ્યાસી,
શ્વાસ સદા સેવે છે તમને, સેવે જેવી દાસી ... હૈયું.

રૂપ તમારું જોવા ‘પાગલ’ હું દુનિયાનો વાસી,
શાંત તેજનો પુંજ લઇને સામે રહો પ્રકાશી ! ... હૈયું.

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit