Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પીવો પ્રભુનો પ્રેમ, જગતમાં પીવો પ્રભુનો પ્રેમ.
અહંકારને આરોગીને લભવી પ્રભુની રે’મ ... જગતમાં.

તનમનથી પ્રભુને સેવવા નિયમિત રાખી નેમ,
ચંચલ પ્રભુને માટે બનવું, અન્ય કાજ મૃત જેમ ... જગતમાં.

એક વિપળ પણ વિશ્વવિહારી પ્રભુ વિસરાયે કેમ,
વર્તન કરવું પ્રેમી બનતાં ઇચ્છી લે તે તેમ ... જગતમાં

એને શરણે જવું ચરણમાં કરવો કેવલ પ્રેમ,
યાપન કરવું એને કાજે જીવન ઉત્સવ જેમ ... જગતમાં

‘પાગલ’ બનતાં મળી જાય એ પોકાર્યે સપ્રેમ,
અમૃતસ્વાદ મળે અંતરને કહેવાય તે કેમ ? ... જગતમાં.

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit