MP3 Audio
*
ચાલોને સાચા સંતને શરણે જઈએ.
એવા સંતોના દાસ થઈને રહીયે ... ચાલોને સાચા સંતને શરણે
જોગી થઇને નથી જંગલ જવું, ને પેલા
જ્ઞાનના ઘુંટ કેમ ગળીયે,
સંતોને સેવવાથી સઘળું સધાઈ જાયે,
મણિ પામી રંક કેમ રહીયે ... ચાલોને સાચા સંતને શરણે
પ્રેમનું નાણુંને શ્રધ્ધાનું શ્રીફળ લઈને
સંતોની પાસે જઈએ,
ખાલી હાથે તો પાછું ફરવું પડે જ નહીં,
શાંતિ આપે તે સંત કહીયે ... ચાલોને સાચા સંતને શરણે
- શ્રી યોગેશ્વરજી
Let us surrender ourselves to a true saint
Let us devote ourselves to such saints.
We can't go in seclusion relegating worldly duties
And it’s possible for us to digest the chunks of knowledge
But we’re sure; we’ll attain Thy thru true saints
We have precious diamond, why should we remain poor?
With selfless love and unfailing faith
Let us go to saints
We’re sure that we won’t return empty-handed
After all, giver of peace is called a saint

