Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

મારા રોમરોમમાં બંસી તે કો’કની વાગે છે !
મારી સૂતેલી ચેતના જાગે છે:
કે રોમરોમમાં બંસી તે કો’કની વાગે છે !

જાણે વ્રજની કોઇક કુંજ લાગે છે,
એ તો જમનાને તીરથી જાગે છે:
કે રોમરોમમાં બંસી તે કો’કની વાગે છે !

મારી ઇન્દ્રિયની ગાવડી નાચે છે,
મારી વૃત્તિનાં પંખી ગાયે છે.
મારા રોમરોમમાં બંસી તે કો’કની વાગે છે !

મારું અંગઅંગ અમૃતમાં ન્હાયે છે:
એનો આનંદ રસ શો ભારે છે,
મારા રોમરોમમાં બંસી તે કો’કની વાગે છે !

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit