Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્યાસ છે ભારી, હૃદયમાં પ્યાસ છે ભારી !

જાય પ્રતિપળ પ્રબળ બનતી પ્રાણને મારી;
શમે ના કેમે કરીને, હિંમતે હારી... પ્યાસ છે ભારી.

અગન ઊઠી અંગમાં, વધતી નિત અકારી;
રાતદિન વીતે ન કેમે; છે ઘણી ભારી ... પ્યાસ છે ભારી.

નૈન ઝંખે, હૃદય રોવે ભક્તિથી ન્યારી;
રોમરોમ રટે તમોને જાય છે વારી ... પ્યાસ છે ભારી.

રૂપરસથી ના મટે એ પ્યાસ અવિચારી;
જ્યાં સુધી ના કૃપાની વર્ષા કરો ન્યારી ... પ્યાસ છે ભારી.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit