Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રીતડી કરી છે પ્રીતથી કેમ મેલી દેવાય ?
એ તો અમૃતથી મીઠડી કેમ મેલી દેવાય ?

બાંધી છે ગાંઠડી પ્રેમથી કેમ મેલી દેવાય ?
લડવું તો વીરની નેમથી કેમ મેલી દેવાય ?

હાથે છે હાથ ધર્યો પ્રીતથી કેમ મેલી દેવાય ?
પ્રીતડી કરી છે પ્રીતથી કેમ મેલી દેવાય ?

મીઠા પાણીની વીરડી કેમ મેલી દેવાય ?
મધુથી મધુર આ તો પ્રીતડી કેમ મેલી દેવાય ?

પ્રાણ છે ધરી દીધો પ્રીતથી કેમ પાછો લેવાય ?
‘પાગલ’ નસીબને હાથથી કેમ મેલી દેવાય ?

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit