Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મનવા રામનામ રટ તું !

ભ્રાંતિ લઇને ભમે નિરંતર સંસારમહીં શું ?
વિશ્રામ તને મળશે મોટો, સત્ય કહું છું હું ! ... મનવા.

રામચરણનું સેવન કર ને, રામ ભજી લે તું
કામક્રોધ ને માયામમતા કરશે નહીં કશું ... મનવા.

વખત વીતતો વાયુવેગથી ના રોકાય તસુ;
પ્રમાદ તજ ને તત્પર બન તો સુધરે સમય હજુ ... મનવા.

મિથ્યામાં છે રાગ કર્યા તેં, વિસર્યો દિવ્ય વસુ,
‘પાગલ’ બડભાગી બન કરતાં રાગ રામમાં તું ! ... મનવા.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit