Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

પતિતને પુણ્યવાન કરનાર

અધમોધ્ધારક તેમ જ તારક, તાપ ત્રિવિધ હરનાર,
મંગલમય છે નામ તમારું પદ ઉત્તમ ધરનાર ... પતિતને.

અમૃતમય છે શાંતિછલેલું, શાસ્ત્રોનો છે સાર,
સંતહૃદયની અમૂલખ જ્યોતિ, તિમિરપડળ હરનાર ... પતિતને

મૃત્યુલોકનું મુક્તાફલ છે, શંકા ના તલભાર,
સ્વાદ લઇને સારો એનો ઉતાર્યા કૈં જન પાર ... પતિતને

મહિમા તેનો કેમ ગવાયે, કેમ લખાયે સાર ?
‘પાગલ’ને તારીને કરજો જગમાં જયજયકાર ... પતિતને

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit