Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા નાનાશા હૈયાને કેમ ખોલીને બતાવું,
તારા પ્રેમની વહે છે કેવી ધારેધાર,
તારી સાથે કરવાની કેટલી છે વાતો ભરી,
કેમ ખોલીને બતાવું મારાં હાડેહાડ ! ... મારા નાનાશા.

તારા નેહના નશામાં દેહ મારો ડોલી રહ્યો,
એ મહીં વહી રહ્યો છે તારો પ્રેમપ્રાણ,
તારા પ્રેમથી જ જોઉં, તારા પ્રેમથી બોલું,
તારો પ્રેમ એ જ મારો જીવન આધાર... મારા નાનાશા.

શક્ત તારો પ્રેમ છે સ્મશાનથી જગાડવાને,
મૃત્યુલોકનું અમી એ પ્રાણ પૂરનાર;
કવિતામાં કેટલું કહું જો હોત પ્રેમ ના તો,
જીવન આ બન્યું હોત છેક જ અસાર... મારા નાનાશા.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit