Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

પ્રેમથી પ્રેમથી પ્રેમથી રે,
મને રંગી દેને પ્રેમરંગથી.

રાધાને રંગી ને રંગી ગોપીને
એ જ એક પ્રેમના રંગથી રે ... મને.

પાકો એ રંગ ના કો’દી ઊડી જતો,
અપનાવું એ જ આનંદથી રે ... મને.

અંદર બહાર તારું રૂપ જ જણાયે,
છોળો મારું એમાં છંદથી રે ... મને.

તારો લવારો કરું, જોયા તને જ કરું,
રાસ રમું મન આ પ્રસન્નથી રે ... મને.

અંગેઅંગે મારા, તારી આ શ્યામતા,
ઊડી આવે છોને અંગથી રે ... મને.

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit